ટ્રમ્પ રશિયા પરના પ્રતિબંધો હળવા કરવાના છે આ ઐતિહાસિક પગલું ભારત માટે લાભકર્તા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુ.એસ.માં ડીઝલના ભાવ વધતા આ પગલું અનિવાર્ય હતું
- પુતિનના દૂત દીમીત્રિ મેડવેદવે કહ્યું : તે સહકાર બંને દેશો માટે લાભકર્તા બની રહેશે સાથે વિશ્વ બજારમાં સ્થિરતા આવશે
નવી દિલ્હી : રશિયા ઉપર મુકેલા કેટકેટલાય પ્રતિબંધો હળવા કરવાના ટ્રમ્પના નિર્ણયને લગભગ તમામ દેશોએ આવકાર્યા છે. રશિયાના પ્રમુખ પુતિનના વિશિષ્ટ રાજદૂત ક્રિબ્સ દીમિત્રેદેવે ટ્રમ્પના આ પગલાને ઐતિહાસિક કહ્યું છે, સાથે જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચેના આર્થિક સહકારને પુષ્ટિ મળશે આ ક્ષણ એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે. તેથી બંને દેશો વચ્ચે આર્થિક સહકાર વધવા સાથે પારસ્પરિક વિશ્વાસ પણ વધી રહેવા સંભવ છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે, રશિયા ઉપરના ઘણા બધા પ્રતિબંધો દૂર કરવા અંગેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી.
જાણકારો કહે છે કે, ૩જી નવેમ્બરે અમેરિકી સંસદના 'મિડ-ટર્મ પોલ'ને નજરમાં રાખી પ્રમુખ ટ્રમ્પે આ પગલું ભર્યું છે. કારણ કે ઇંધણ- ખાસ કરીને ડીઝલના ભાવો વધતા જતા અમેરિકાની જનતા ભાવવધારા નીચે દબાઈ ગઈ છે.
શનિવારે પોતાના ઠ પોસ્ટમાં દીમિત્રિયેવે ૨૦૨૬ના 'ગ્રેહામ રશિયા ઇરાન એક્ટ'માંથી કેટલીક કલમો દૂર કરવાના ટ્રમ્પ તંત્રના નિર્ણયની પ્રશંસા કરી હતી.
યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ રશિયન માલ ઉપર જબરજસ્ત ટેરીફ લગાડયો હતો. તેટલું જ નહીં પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો ઉપર પણ ૧૦૦ ટકા ટેરિફ લગાડવાની ધમકી આપી હતી. આથી ભારત જેવા દેશોનો માલ અમેરિકામાં બમણી કિંમતે મળી શકે. પરિણામે અમેરિકાની બજારમાં પણ ભાવ બમણાં થઈ જતા તેની ખરીદી ઉપર અસર થતા અમેરિકાના જ વ્યાપાર-ઉદ્યોગને ફટકો પડે જો તે પરિસ્થિતિમાં અમેરિકાને જ ડીઝલની જરૂરિયાત ઊભી થતાં ડીઝલ રશિયા પાસેથી ખરીદવું પડયું છે. સહજ છે કે રશિયા પરના પ્રતિબંધો હળવા કરવા પડે તેમ જ હતા. તેથી રશિયા સાથે સહકારભર્યું વર્તન રાખવું અનિવાર્ય બન્યું. સાથે પુતિનના કટ્ટર વિરોધી તેવા પ્રમુખ ઝેલનેસ્કીની ખુલ્લેઆમ જાહેરમાં ટીકા કરવી શરૂ કરી દીધી છે. બીજી તરફ જે દેશો રશિયા પાસેથી તેલ ખરીદે તેની ઉપર ૧૦૦ ટકા જેટલો ટેરીફ લગાડવાનું સૂચન કરતું વિધેયક પણ અમેરિકી સંસદમાં પસાર કરવામાં આવ્યું. સહજ છે કે જે પાંચ દેશો વધુમાં વધુ રશિયન તેલ ખરીદે છે તેમને આ વિધેયકથી ભારે ફટકો પડે જ. તે પાંચ દેશોમાં ભારત સમાવિષ્ટ છે. ભારતને તેથી અમેરિકામાં કરાતી નિકાસ ઉપર ભારે ફટકો પડે તેમ હતો.
વાસ્તવમાં ટ્રમ્પને આમ કર્યા સિવાય છૂટકો જ ન હતો. ત્યાં ડીઝલનો ભાવ સપ્ટેમ્બરમાં ગેલનદીઠ ૬.૫ ડોલર પહોંચી ગયો હતો. ઓક્ટોબરમાં માત્ર થોડો જ હળવો થઈ શુક્રવારે ગેલનદીઠનો ભાવ ૬.૨૮ ડોલર થયો હતો. તેથી મોંઘવારીમાં બહુ ફેર પડે નહીં. તેનો માર નવેમ્બર ૩ના દિને યોજાનારી મધ્યસ્થ સંસદીય ચૂંટણી પર પડે જ તેથી. ટ્રમ્પને આ પગલું ભરવું પડયું છે. હવે સંસદ પણ સમજી ગઈ છે.




