'...તો H1-B વિઝાધારકોને અમેરિકામાં મળશે એન્ટ્રી', ટ્રમ્પે ગ્રીનકાર્ડ હોલ્ડર સામે પણ ગાળીયો કસ્યો
Donald Trump News : અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહનારા પર ત્રાટકેલું ટ્રમ્પ તંત્ર હવે ગ્રીન કાર્ડ હોલ્ડરો અને H1-Bબી વિઝાધારકો ફરતે આકરો ગાળિયો કસી રહ્યું છે. આ માટે તેણે ઇમિગ્રેશન કાયદામાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે અને હવે તે દેશમાં કાયદેસરના ઇમિગ્રેશનને પણ લક્ષ્યાંક બનાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓથી લઈને H1-Bબી વિઝાધારકોની સ્થિતિ પણ ટ્રમ્પ તંત્ર વધુ આકરી બનાવી રહ્યું છે.
ટ્રમ્પ તંત્રની ઇચ્છા છે કે અમેરિકન કામદારોને વધુને વધુ પ્રમાણમાં નોકરીઓ મળે અને અમેરિકન કંપનીઓ વિદેશી કામદારાને મર્યાદિત પ્રમાણમાં જ લે. આના ભાગરુપે H1-Bબી વિઝા માટે નવી વેતન આધારિત પ્રક્રિયા પ્રસ્તાવિત કરાઈ છે અને તેનો ટૂંક સમયમાં અમલ કરવામાં આવે તેવી સંભાવના છે.
નવી વેતન આધારિત સિસ્ટમ દ્વારા વેતન આધારિત ફાળવણીની પ્રક્રિયા સ્થાપવાનું આયોજન છે. તેની સાથે H1-Bબી ઉમેદવારોની પસંદગી તેની આવકના આધારે અને અમેરિકન ફર્મ દ્વારા ચૂકવવામાં આવતા ઊંચા વેતનના આધારે કરવામાં આવે. આમ ઊંચું વેતન હોય તો જ H1-Bબી વિઝા મળવાની સંભાવના વધી જશે તેવું ટ્રમ્પ તંત્ર સુનિશ્ચિત કરવા માંગે છે. જ્યારે અમેરિકન કંપનીઓ આ H1-Bબી વિઝા તેમનો વેતન ખર્ચ નીચો રાખવા માટે કરતી હોય છે. આ વિઝાધારક સરેરાશ અમેરિકન કામદાર કરતાં નીચે વેતને કામ કરતો હોય છે. તેથી ટ્રમ્પ તંત્રનું પગલું H1-Bબી વિઝા માટે ના નહીં તો ના નો ભઈ જેવા પગલાં જેવી સ્થિતિવાળું છે.
આવું જ તે અમેરિકાના ગ્રીન કાર્ડ ધારક માટે કરવા માંગે છે. હમણા સુધી તો અમેરિકન ગ્રીનકાર્ડ ધારક અમેરિકામાં રહી શકે છે અને કામ કરી શકે છે. હવે ટ્રમ્પ તંત્રએ ગ્રીનકાર્ડ ધારક ઉભડક જીવે જીવે તેવા પગલાં લેવાનું સુનિશ્ચિત કર્યુ છે. અમેરિકન સરકાર કેટલાય અમેરિકનોનું ગ્રીન કાર્ડ છીનવવા સક્રિય રીતે કામ કરી રહી છે. આ લોકોનું નાગરિકત્વ છીનવવું તે અમેરિકાના ન્યાય વિભાગની ટોચની અગ્રતા છે. અમેરિકાના વિદેશપ્રધાન માર્ક રૂબિયો કહી ચૂક્યા છે કે કોઈપણ ગ્રાન કાર્ડ ધારક કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હશે તો સરકાર તેની પાસેથી કાર્ડ છીનવી લેશે. આ ઉપરાંત ગ્રીન કાર્ડ લઈ નેચરલાઇઝેશન દ્વારા અમેરિકન નાગરિક બનેલાઓનું નાગરિકત્વ છીનવવા તંત્ર પગલાં લે તેવું અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું છે. આ ઉપરાંત ટેક્સ રિટર્નમાં ઓછી આવક બતાવવા બદલ પણ ગ્રીન કાર્ડ છીનવાઈ શકે છે.
આ ઉપરાંત અમેરિકાએ જાહેરાત કરી છે કે કાયદેસરના રહેવાસીઓ કે ગ્રીનગાર્ડ ધારકોએ પણ નેબરહૂડ ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેના પછી તેમને અમેરિકન નાગરકિત્વ અપાશે. આ નેબરહૂડ ઇન્વેસ્ટિગેશન્સમાં પડોશીઓ, માલિકો, સહકાર્યકરો અને બિઝનેસ એસોસિયેટ્સના પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રીનકાર્ડ ધારકની પત્નીઓએ પણ ઇન્ટરવ્યુ દરમિયાન આકરી ચકાસણીમાંથી પસાર થવું પડશે.