Get The App

Trump vs Elon: ટ્રમ્પે ધમકીઓ આપતાં મસ્ક ઉશ્કેરાયાં, મહાભિયોગની ચર્ચા છંછેડી

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
Trump vs Elon: ટ્રમ્પે ધમકીઓ આપતાં મસ્ક ઉશ્કેરાયાં, મહાભિયોગની ચર્ચા છંછેડી 1 - image


Donald Trump vs Elon Musk: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી મિત્રતા હવે ખુલીને દુશ્મનીમાં ફેરવાઈ ગઈ છે. ટ્રમ્પે મસ્કની કંપનીને સરકારી કોન્ટ્રાક્ટ અને સબસિડી ખતમ કરવાની ધમકી આપી તો મસ્કે વળતો પ્રહાર કરતા ટ્રમ્પે પદથી દૂર કરવા મહાભિયોગ સાથે જોડાયેલા પોસ્ટનું સમર્થન કરી નવી ચર્ચા શરૂ કરી દીધી. હકીકતમાં, ટ્રમ્પની ધમકી બાદ મસ્કની કંપની ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX)ને ભારે ઝટકો લાગ્યો છે. 

સોશિયલ મીડિયા ટ્રૂથ પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લખ્યું કે, 'અમારા બજેટથી અબજો ડોલર બચાવવાની સૌથી સરળ રીત છે, ઈલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવો. મને હંમેશાથી નવાઈ લાગે છે કે, બાઈડેને આ પહેલાં કેમ ન કર્યું?

Trump vs Elon: ટ્રમ્પે ધમકીઓ આપતાં મસ્ક ઉશ્કેરાયાં, મહાભિયોગની ચર્ચા છંછેડી 2 - image

ઈલોન મસ્કની મોટી જાહેરાત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સરકારી કરાર રદ કરવાની ધમકી બાદ ઈલોન મસ્કે એક મોટી જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' લખ્યું કે, 'સ્પેસએક્સ હવે ડ્રેગન (Dragon) સ્પેસક્રાફ્ટને ડિકમિશન એટલે કે બંધ કરવાનું શરૂ કરશે.' જો કે, ઈલોન મસ્કે ટ્રમ્પના નિવેદનનો એક જ શબ્દમાં જવાબ આપ્યો અને લખ્યું 'Whatever' એટલે કે તમારી ઇચ્છા મુજબ લખ્યું.

Trump vs Elon: ટ્રમ્પે ધમકીઓ આપતાં મસ્ક ઉશ્કેરાયાં, મહાભિયોગની ચર્ચા છંછેડી 3 - image

ટેસ્લાના શેરમાં ઘટાડો

ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેર વોલ સ્ટ્રીટ પર ઘટાડો થયો. ટેસ્લાના શેરમાં 14.3 ટકાનો ઘટાડો થયો અને કંપનીના બજાર મૂલ્યમાં લગભગ 150 બિલિયનનું નુકસાન થયું, જે ટેસ્લાના ઈતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. શેરબજાર બંધ થયાના થોડી મિનિટો પછી ઈલોન મસ્કે 'X' પર એક પોસ્ટના જવાબમાં 'હા' લખ્યું, જેમાં ટ્રમ્પ સામે મહાભિયોગની માંગ કરવામાં આવી હતી.

Trump vs Elon: ટ્રમ્પે ધમકીઓ આપતાં મસ્ક ઉશ્કેરાયાં, મહાભિયોગની ચર્ચા છંછેડી 4 - image

આ પણ વાંચો: સ્પેસએક્સ ડ્રેગન અંતરિક્ષ યાન બંધ કરવાનું એલાન, ટ્રમ્પ સાથે વિવાદ વધતાં મસ્કનો મોટો નિર્ણય


ડ્રેગન શું છે?

ડ્રેગન એ સ્પેસએક્સનું ક્રૂ અને કાર્ગો વાહન છે, જેનો ઉપયોગ નાસા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર મિશન મોકલવા માટે થાય છે. તે યુએસની એકમાત્ર ખાનગી સિસ્ટમ છે જે માનવીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લઈ જાય છે.

Trump vs Elon: ટ્રમ્પે ધમકીઓ આપતાં મસ્ક ઉશ્કેરાયાં, મહાભિયોગની ચર્ચા છંછેડી 5 - image




Tags :