Get The App

કેનેડાને ચીન સાથેની મિત્રતા ભારે પડશે? ટ્રમ્પની ધમકીથી વધુ એક ટ્રેડ વોરના ભણકારા

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
કેનેડાને ચીન સાથેની મિત્રતા ભારે પડશે? ટ્રમ્પની ધમકીથી વધુ એક ટ્રેડ વોરના ભણકારા 1 - image


Trump Threatens 100% Tariffs on Canada : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકાના અનેક દેશ સાથે સંબંધો ખરાબ થયા છે. પડોશી દેશ કેનેડા પણ હવે અમેરિકાનો વિરોધ કરી રહ્યું છે. કેનેડા ચીનની પડખે જઈ રહ્યું છે ત્યારે ટ્રમ્પે કેનેડાના PMને ભારેખમ ટેરિફની ધમકી પણ આપી છે. 

કેનેડાને ચીન સાથેની મિત્રતા ભારે પડશે? 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે, જો કેનેડા ચીન સાથે ટ્રેડ ડીલ કરશે તો કેનેડાથી અમેરિકા આવતા તમામ સામાન પર 100 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. જો કેનેડાના PMને એવું લાગતું હોય કે તેઓ કેનેડાને ચીનનું ડ્રોપ ઓફ પોર્ટ બનાવશે અને ત્યાંથી ચીનનો સામાન અમેરિકા મોકલશે, તો તેઓ ભ્રમમાં છે. કેનેડા ચીન સાથે ડીલ કરશે તો તમામ કેનેડિયન પ્રોડક્ટ્સ પર 100 ટકા ટેરિફ વસૂલ કરીશું. 

નોંધનીય છે કે ગઇકાલે પણ ટ્રમ્પે કેનેડાને ગંભીર ચેતવણી આપી હતી કે ચીન એક વર્ષમાં જ કેનેડાને ગળી જશે. કેનેડા ગ્રીનલેન્ડમાં ગોલ્ડન ડોમના નિર્માણનો વિરોધ કરી રહ્યું છે. જોકે ગોલ્ડન ડોમ કેનેડાની જ રક્ષા કરશે. 

કેનેડાને ચીન સાથેની મિત્રતા ભારે પડશે? ટ્રમ્પની ધમકીથી વધુ એક ટ્રેડ વોરના ભણકારા 2 - image

કેનેડાના PMએ અમેરિકા પર કર્યો હતો આડકતરો પ્રહાર

થોડા દિવસ અગાઉ દાવોસમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં અમેરિકન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિશ્વ એક વિનાશકારી સમયથી પસાર થઈ રહ્યું છે જેમાં દાયકાઓ જૂની નિયમ આધારિત વ્યવસ્થા નબળી પડતી દેખાય છે. 'મિડલ પાવર' દેશોએ એક થઈને કામ કરવું પડશે. જો આપણે ટેબલ નથી તો સમજવું કે આપણે મેન્યૂમાં છીએ. ( આ વાક્યથી તેમનો ઈશારો હતો કે જો નાના દેશો એક નહીં થાય તો શક્તિશાળી દેશો હુકમ ચલાવશે.)