World

ટ્રમ્પ ટેરિફ અમેરિકી અર્થતંત્ર માટે નેગેટિવ સ્કોર બોર્ડ સાબિત થયા

By GS TEAM
8 Oct 20252 mins read
ટ્રમ્પ ટેરિફ અમેરિકી અર્થતંત્ર માટે નેગેટિવ સ્કોર બોર્ડ સાબિત થયા

- હાવર્ડના પ્રો.ગીતા ગોપીનાથના પ્રહારો

- ટ્રમ્પે આ નિર્ણય અહંકારને લીધે લીધો છે. ભારત-પાક યુદ્ધ પોતે બંધ કરાવ્યું તે ભારતે ન સ્વીકારતાં આમ કરાયું : પ્રો. કોન્ડોપલ્લી

નવી દિલ્હી : આઈ.એસ.એફ.નાં પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી અને હાવર્ડનાં ઇકોનોમિક્સનાં અધ્યાપિકા ગીતા ગોપીનાથે ભારત અને બ્રાઝિલ ઉપર ૫૦ ટકા જેટલો ટ્રમ્પે ટેરિફ લાદ્યો હોવાની ઉગ્ર ટીકા કરી છે. તેમાંએ તે દેશોની ફાર્મા પ્રોડક્ટસ ઉપર તો ૧૦૦ ટકા જેટલો લદાયેલો ટેરિફ તો ચલાવી શકાય તેમ જ નથી. તેમ કહેતાં તેઓએ કહ્યું છે કે આથી ટ્રેડ બેલેન્સ સુધરશે તેમ કહેવું જ નિરર્થક છે.

ગીતા ગોપીનાથે ચાર મુદ્દાઓ તારવ્યા છે જે પ્રમાણે :

(૧) સરકારની રેવન્યુ વધશે ? હા ! પરંતુ, તેનો બોજો તો છેવટે અમેરિકાના નાગરિકો ઉપર જ પડવાનો છે. કારણ કે કંપનીઓ તે બોજો છેવટે તો વપરાશકારો ઉપર જ નાખશે. તએો કૈં પોતે તો નહીં જ વેંઢારે.

(૨)ફુગાવો વધશે ? હા ! સહજ છે કે તેથી ફુગાવો ઓછો ઓછો પણ વધે.

(૩) આથી વ્યાપાર તુલા સમતોલ થશે ? : હજી તેવા કોઈ સંકેતો મળ્યા નથી.

(૪) અમેરકી ઉદ્યોગો સુધરશે ? : તેવા કોઈ સંકેતો મળતા નથી.

ટૂંકમાં સ્કોર બોર્ડ નેગેટિવ રહ્યું છે.

ગીતા ગોપીનાથ ઉપરાંત બીજા અનેક અર્થશાસ્ત્રીઓએ પણ ઋણાત્મક પ્રતિભાવો ટ્રમ્પ ટેરિફ વિષે આપ્યા છે.

આપના સ્ટડીઝના જેએનયુ સ્થિત પ્રોફેસર શ્રીકાંથ કોન્ડાપલ્લીએ તો સ્પષ્ટ કહ્યું છે કે પોતાનું અભિમાન ઘવાયું હોવાથી જ ટ્રમ્પે આટલા કઠોર ટેરિફ જેવા કે ફાર્મા પ્રોડક્ટ પરના ૧૦૦ ટકા ટેરિફ તો તેમનાં ઘમંડને ઘા લાગ્યો હોવાથી લાદવામાં આવ્યા છે. (પોતે ભારત-પાક. યુદ્ધ અટકાવ્યું હોવાના ટ્રમ્પના દાવાને ભારતે ફગાવી દીધો હતો. તેથી ટ્રમ્પ ધૂંધવાયા છે.

ટફ્ટ યુનિવર્સિટીની ફ્લેચર સ્કૂલ ઓફ લૉ એન્ડ ડીપ્લોમસીના ડીન ભાસ્કર ચક્રવર્તીએ કહ્યું હતું કે ભારતનાં જેનેટિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો ઉપર ટ્રમ્પે લાદેલો ૧૦૦ ટકા ટેરિફ ભારતની કંપનીઓને તત્કાળ તો બહુ અસર નહીં કરે, પરંતુ તે અમેરિકી કંપનીઓને લાભ થઇ જ જશે, તેમ માનવું યોગ્ય નથી. કારણ કે અમેરિકાની ફાર્મા કંપનીઓએ તે માટે તૈયાર થવા સમય લાગશે. આમ ટ્રમ્પ ટેરિફની ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓએ ભારે ટીકા કરી છે.