Get The App

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પૉલિસી વચ્ચે પાકિસ્તાને વ્યૂહ બદલ્યો, ઇસ્લામિક દેશો સાથે વધાર્યો વેપાર

Updated: Feb 26th, 2025

GS TEAM


Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પૉલિસી વચ્ચે પાકિસ્તાને વ્યૂહ બદલ્યો, ઇસ્લામિક દેશો સાથે વધાર્યો વેપાર 1 - image


Pakistan-Uzbekistan-Azerbaijan-Bangladesh Trade Deal : અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની ટેરિફ પોલિસી (Tariff Policy)થી માત્ર ભારત જ નહીં, પડોશી દેશ પાકિસ્તાન પણ મુશ્કેલીમાં મુકાયું છે, જેના કારણે પાકિસ્તાનના વડાપ્રધાને દેશના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી મુસ્લિમ દેશો સાથે મળી અનેક વેપારી ડીલ કરવાનું શરૂ કરી દીધું છે. શરીફે તાજેતરમાં જ બાંગ્લાદેશ સાથે ડીલ કરી હતી અને હવે તેમણે આજે (26 ફેબ્રુઆરી) ઉઝબેકિસ્તાન સાથે બે બિલિયન ડૉલરની ટ્રેડ ડીલ કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પૉલિસી વચ્ચે પાકિસ્તાને વ્યૂહ બદલ્યો, ઇસ્લામિક દેશો સાથે વધાર્યો વેપાર 2 - image
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ

પાકિસ્તાનની ઉઝબેકિસ્તાન સાથે ટ્રેડ ડીલ

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ (Shehbaz Sharif) અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ વચ્ચે તાશકંદમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ પોતાનો દ્વિપક્ષીય વેપાર બે બિલિયન ડૉલર વધારવા પર સહમત થયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, પાકિસ્તાને અઝરબેઝાન સાથે પણ બે બિલિયન ડૉલર ટ્રેડ ડીલ વધારી છે. પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા વર્ષ 2023માં એક બિલિયન ડૉલરની ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને હવે આ ડીલને વધારવાની યોજના પર બંને દેશો સહમત થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પૉલિસી વચ્ચે પાકિસ્તાને વ્યૂહ બદલ્યો, ઇસ્લામિક દેશો સાથે વધાર્યો વેપાર 3 - image
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ અને અઝરબેઝાનના પ્રેસિડેન્ટ ઇલ્હમ અલીયેવ

બાંગ્લાદેશ સાથે પણ ડીલ

પાકિસ્તાને તાજેતરમાં બાંગ્લાદેશ સાથે પણ ટ્રેડ ડીલ કરી છે, જે મુજબ બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી 50,000 ટન ચોખા ખરીદશે. સમજૂતી મુજબ ચોખા ટ્રેડિંગ કોર્પોરેશન ઑફ પાકિસ્તાન (TCP) પહેલા 25000 ટનનો જથ્થો અને પછી માર્ચની શરૂઆતમાં 25000 ટનનો જથ્થો ચોખા બાંગ્લાદેશ મોકલશે.

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પૉલિસી વચ્ચે પાકિસ્તાને વ્યૂહ બદલ્યો, ઇસ્લામિક દેશો સાથે વધાર્યો વેપાર 4 - image
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસ

આ પણ વાંચો : યુદ્ધના ભણકારા! ચીનના એરક્રાફ્ટ-યુદ્ધ જહાજ આવતા તાઈવાન એલર્ટ, તાત્કાલીક મોકલી સેના

આ પણ વાંચો : એલર્ટ...! બર્ડ ફ્લૂનો નવો વેરિયન્ટ માનવીમાં પ્રવેશ્યો, અમેરિકાના નિષ્ણાંતે કહ્યું- હળવાશમાં ન લેતાં

Tags :