Get The App

ટ્રમ્પે યુક્રેન સહિત તમામને સહાય બંધ કરી, માત્ર ઈઝરાયલ-ઈજિપ્ત પર ચાર હાથ

Updated: Jan 26th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે યુક્રેન સહિત તમામને સહાય બંધ કરી, માત્ર ઈઝરાયલ-ઈજિપ્ત પર ચાર હાથ 1 - image

- રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનને સૌથી મોટો ઝટકો

- ટ્રમ્પના નિર્ણયથી આફ્રિકા સહિતના વિકાસશીલ દેશોમાં એચઆઈવી-એઈડ્સ વિરોધી પહેલોને મોટો ફટકો પડશે

- ઈઝરાયેલ અને ઈજિપ્તને ઈમર્જન્સી ખાદ્ય અને સૈન્ય સહાય ચાલુ રાખવાનો અમેરિકાનો નિર્ણય

વૉશિંગ્ટન : અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે એક સપાટો બોલાવી યુક્રેન સહિત તમામ વિદેશી સહાય શુક્રવારથી જ બંધ કરી દીધી છે. જોકે તેમાં માત્ર ઈઝરાયલને બાકાત રાખી તેને સહાય ચાલુ રખાઈ છે. રશિયા સામે લડી રહેલા યુક્રેનને લશ્કરી સહાયની અત્યંત જરૂર છે તેવા સમયે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી પ્રમુખ ઝેલેન્સ્કીને મોટો ફટકો પડી શકે છે. અમેરિકાના વિદેશી મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે વર્તમાન સમજૂતીઓ તેમજ ભાવિ સમજૂતીઓના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં ના આવે ત્યાં સુધી નવી સહાય અથવા વર્તમાન સહાયના વિસ્તરણ માટે કોઈ નવું ભંડોળ ફાળવવામાં આવશે નહીં.

દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પે લશ્કરી વિમાનો દ્વારા સામુહિક હકાલપટ્ટી તો શરૂ કરી દીધી જ છે અને જરૂર પડે તો કોર્મશિયલ પ્લેનનો પણ ઉપયોગ કરવા નિર્ણય લીધો છે. સૂત્રો મુજબ ડૉનાલ્ડ ટ્રમ્પની આ કાર્યવાહી સ્પષ્ટ રીતે તેઓની અમેરિકા ફર્સ્ટથી નીતિને સમરૂપ છે. જેમાં વિદેશોને કરાતી મદદ ઉપર કઠોર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યા છે.

ટ્રમ્પની આ કાર્યવાહીની સૌથી ખાસ અસર યુક્રેન પર પડવાની છે. હજી સુધી જો બાયડેને રશિયા સામે લડવા માટે યુક્રેનને અબજો ડૉલર્સના શસ્ત્રો આપ્યા છે, તે હવે બંધ થઈ જતાં યુક્રેનની પરિસ્થિતિ બેહાલ થઈ જવાની શક્યતા છે. યુરોપના દેશો જેવા કે ફ્રાંસ, જર્મની, યુ.કે. તેને મદદ પહોંચાડે છે પરંતુ તે બધા સાથે મળે તો પણ અમેરિકા જેટલી સહાય તો કરી શકે તેમ નથી. તેમજ એક-બે વખત શસ્ત્ર સહાય કરી તેઓ થંભી જાય તેમ છે. કારણ કે પછી તેમની પાસે જ વધારાના શસ્ત્રો રહે તેમ નથી કે જે યુક્રેનને પહોંચાડી શકે.

એએફપી વધુમાં જણાવે છે કે ડોનાલ્ડ-વહીવટી તંત્ર કેટલાક મહિનાઓ સુધી પેન્ટીએચઆઈવી/એઈડના ઔષધિઓના વિદેશના વેચાણ ઉપર પણ કેટલાક મહિનાઓ સુધી પ્રતિબંધ મુકશે. કારણ કે તેઓ અમેરિકામાં તેનો પુરતો જથ્થો ઉભો કરવા માગે છે. આથી આફ્રિકાને સૌધી વધુ મુશ્કેલી ઊભી થવા સંભવ છે. ૨૦૦૩માં જ્યોર્જ ડબલ્યુ બુશે ''પેપફાર'' નામક તે યોજના શરૂ કરી હતી. તેથી આશરે ૨.૬૦ કરોડ લોકોના જીવ બચાવી શકાયા હતા.