World

ઈઝરાયલના હુમલાથી મધ્યપૂર્વના દેશોમાં ટેન્શન, ખુદ ટ્રમ્પ હવે મોરચો સંભાળવા મેદાને

By GS TEAM
12 Sep 20252 mins read
TukuTouch Logo
કતારની રાજધાની દોહામાં ઈઝરાયલના હુમલાથી હમાસ સાથેની વાતચીત પાટા પરથી ઉતરી ગઈ છે. ઘણાં મહિનાઓથી યુદ્ધવિરામના બીજા રાઉન્ડની અટકળો ચાલી રહી હતી, પરંતુ આ હુમલાએ અચાનક બધું બદલી નાખ્યું છે. અત્યાર સુધી કતાર હમાસ અને ઈઝરાયલ વચ્ચે મધ્યસ્થી કરતો દેશ હતો. પરંતુ હવે તે ઈઝરાયલ સામે થઈ શકે છે. હમાસ કમાન્ડરોને મારવાના નામે દોહામાં થયેલા હુમલાથી ઈસ્લામિક દેશો ઉશ્કેરાયા છે. આ કારણે કતારે 14મી અને 15મી સપ્ટેમ્બરે આરબ અને ઈસ્લામિક દેશોની બેઠક બોલાવી છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ પરિસ્થિતિને સંભાળવા માટે આગળ આવ્યા છે. તે શુક્રવારે (12મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કમાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાનીને મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલના હુમલાથી મધ્યપૂર્વના દેશોમાં ટેન્શન, ખુદ ટ્રમ્પ હવે મોરચો સંભાળવા મેદાને

Donald Trump Meets Qatar PM Today in New York: કતારની રાજધાની દોહામાં ઈઝરાયલના હુમલાથી હમાસ સાથેની વાતચીત પાટા પરથી ઉતરી ગઈ છે. ઘણાં મહિનાઓથી યુદ્ધવિરામના બીજા રાઉન્ડની અટકળો ચાલી રહી હતી, પરંતુ આ હુમલાએ અચાનક બધું બદલી નાખ્યું છે. અત્યાર સુધી કતાર હમાસ અને ઈઝરાયલ વચ્ચે મધ્યસ્થી કરતો દેશ હતો. પરંતુ હવે તે ઈઝરાયલ સામે થઈ શકે છે. હમાસ કમાન્ડરોને મારવાના નામે દોહામાં થયેલા હુમલાથી ઈસ્લામિક દેશો ઉશ્કેરાયા છે. આ કારણે કતારે 14મી અને 15મી સપ્ટેમ્બરે આરબ અને ઈસ્લામિક દેશોની બેઠક બોલાવી છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ પરિસ્થિતિને સંભાળવા માટે આગળ આવ્યા છે. તે શુક્રવારે (12મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કમાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાનીને મળશે. 

અમેરિકાના પ્રમુખ અને કતારના વડાપ્રધાન વચ્ચે આજે મહત્ત્વપૂર્ણ બેઠક

અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાની વચ્ચે ઈઝરાયલી હુમલા અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના હુમલાને ખોટો ગણાવ્યો છે અને કતારને સમર્થન આપ્યું છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં પણ તે ઈઝરાયલને ખોટો ગણાવીને કતારને ધીરજ રાખવાનો સંદેશ આપી શકે છે.

આ પણ વાંચો: ભારતની પીઠ પાછળ ટ્રમ્પનો ખતરનાક પ્લાન, સમગ્ર G7ને ભડકાવી મોટો આર્થિક ઝટકો આપવાની તૈયારી

કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાની ઈચ્છશે કે આ બેઠકનો ઉપયોગ ઈઝરાયલ પર દબાણ વધારવા માટે થાય. આરબ અને ઈસ્લામિક દેશો પહેલાથી જ કતાર સાથે એકતા દર્શાવી ચૂક્યા છે. આ ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ ઈઝરાયલની નિંદા કરી છે. 5 યુરોપિયન દેશો પણ કહે છે કે તેઓ સપ્ટેમ્બરના અંતમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પેલેસ્ટાઇનને માન્યતા આપશે.

ઈઝરાયલે બેઠક દરમિયાન કર્યો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલી સેનાએ મંગળવારે (નવમી સપ્ટેમ્બર) દોહામાં હમાસના વરિષ્ઠ નેતાઓની કતારના સુરક્ષા અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન હુમલો કર્યો હતો. હમાસે કહ્યું હતું કે, '5 સભ્યો માર્યા ગયા, પરંતુ મુખ્ય વાતચીતની ટીમ બચી ગઈ.' જો કે, એક કતારના સુરક્ષા અધિકારીનું મોત થયું.