Get The App

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પુતિન-ઝેલેંસ્કીને કર્યો ફોન, યુક્રેનમાં યુદ્ધવિરામ પર કરી લાંબી ચર્ચા

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પુતિન-ઝેલેંસ્કીને કર્યો ફોન, યુક્રેનમાં યુદ્ધવિરામ પર કરી લાંબી ચર્ચા 1 - image


Russia Ukraine Conflict: રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને બંધ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જઈ રહી છે. ત્યારે હવે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો, અને યુક્રેનમાં યુદ્ધવિરામ કરવા પર વાતચીત કરી છે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમને કથિત રીતે એ પૂછવામાં આવ્યું છે કે, શું પુતિન શાંતિ અને યુદ્ધવિરામ માટે ગંભીર છે. તેની માહિતી બંને નેતાઓની વાતચીત પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આપી હતી અને જણાવ્યું હતું કે, પુતિન સાથે ટ્રમ્પ સીધી વાત કરશે, અને જાણવા ઇચ્છશે કે તેઓ(પુતિન) કેટલા ગંભીર છે.

વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે વાતચીત શરૂ કરી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું કે, 'ટ્રમ્પ સંઘર્ષ કરી રહેલા બંને પક્ષોથી થાકી ચૂક્યા છે અને નિરાશ થઈ ચૂક્યા છે. તેમનું લક્ષ્ય યુદ્ધવિરામ જોવાનું અને આ સંઘર્ષને સમાપ્ત થતો જોવાનું છે.' ટ્રમ્પે આ અગાઉ વોલોદીમીર ઝેલેંસ્કી સાથે વાત કરી હતી.

સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે બે કલાક સુધી વાતચીત થઈ છે. આ ફોન કોલમાં પુતિને ટ્રમ્પની સામે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધવિરામ માટે સંકટના મૂળ કારણો ઉકેલવામાં આવે, ત્યારે આ શક્ય બનશે. તેઓ વાતચીતના યોગ્ય રસ્તા પર છે.

Tags :