ટ્રમ્પે હોંગકોંગના પ્રેફરેન્શિયલ ટ્રેડનો દરજ્જો પણ સમાપ્ત કર્યો
- ટ્રમ્પે હોંગકોંગ સ્વાયતતા કાયદા પર કર્યા હસ્તાક્ષર
વોશિંગટન, તા.15 જુલાઇ 2020, બુધવાર
ચીન વિરુદ્ધ અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે હોંગકોંગ સ્વાયતતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે.
ટ્રમ્પે કહ્યું કે, હોંગકોંગમાં થતા અત્યાચાર માટે ચીન જવાબદાર છે. તેમજ તેમણે કહ્યું કે તેમણે હોંગકોંગના પ્રેફરેંશિયલ ટ્રેડનો દરજ્જો પણ સમાપ્ત કર્યો છે. એટલું જ નહીં વિશ્વમાં મોટા આર્થિક સંકટ માટે ચીન જવાબદાર છે તેમ પણ જણાવ્યું હતુ.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે જોયું કે હોંગકોંગ સાથે શું થયું છે. તેની સ્વાયતતા છીનવી લેવાઈ છે જેથી તે ફ્રી માર્કેટમાં સ્પર્ધા ન કરી શકે. મને લાગે છે કે ઘણા બધા લોકો હવે હોંગકોંગ છોડવાના છે. આપણે એક સારો સ્પર્ધક ખોઈ નાંખ્યો છે. અમે આ માટે ઘણું બધુ કર્યુ છે.’ હોંગકોંગને કોઈ સ્પેશિયલ ટ્રીટ મેન્ટ નહીં આપવામાં આવે. હોંગકોંગને પર ચીનની જેમ જ માનવામાં આવશે.
તેમણે કહ્યું કે ચીને અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો પણ બદલામાં વાયરસ આપ્યો જેના કારણે આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.