Get The App

જો 50 દિવસમાં યુદ્ધ બંધ નહી કરો તો અતિતીવ્ર ટેરિફ લાદીશ : પુતિનને ટ્રમ્પની ગંભીર ચેતવણી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
જો 50 દિવસમાં યુદ્ધ બંધ નહી કરો તો અતિતીવ્ર ટેરિફ લાદીશ : પુતિનને ટ્રમ્પની ગંભીર ચેતવણી 1 - image


- અમેરિકાની નીતિમાં પરિવર્તનનાં એંધાણ

- નાટોના મહામંત્રી સાથેની મંત્રણા દરમિયાન ટ્રમ્પે આ ધમકી ઉચ્ચારી હતી : યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ અપાશે

વૉશિંગ્ટન : જો ૫૦ દિવસમાં શાંતિ સમજૂતી ન થાય અને યુદ્ધ બંધ ન થાય તો રશિયા ઉપર તીવ્ર ટેરિફ લાદવાની પ્રમુખ ટ્રમ્પે સોમવારે સીધી ધમકી જ ઉચ્ચારી હતી.

પોતાની ઓવલ ઓફીસમાં નાટોના મહામંત્રી માર્ક રૂટે સાથેની મંત્રણા દરમિયાન પ્રમુખે આ ચેતવણી ઉચ્ચારી હતી. દરમિયાન ટ્રમ્પના યુક્રેન અને રશિયા માટેના વિશેષ દૂત પ્રમુખ પુતિન અને ઝેલેન્સ્કીને મળ્યા હતા ત્યારે નાટોના મહામંત્રી માર્ક રૂટ્ટે સાથે ટ્રમ્પની મંત્રણા ચાલતી હતી. તે દરમિયાન યુક્રેન યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા ટ્રમ્પે તેની ઇચ્છા દર્શાવી હતી. પરંતુ કેવા અને કેટલા આર્થિક પ્રતિબંધો તેઓ રશિયા પર લાદવા માગે છે તે જણાવ્યું ન હતું.

એવું લાગે છે કે યુક્રેન યુદ્ધ બંધ કરવા ઝડપભેર રાજદ્વારી પ્રયાસો થઇ રહ્યા છે તે સાથે તે પણ સ્પષ્ટ થતું જાય છે કે ટ્રમ્પના રશિયા અંગેનાં વલણમાં જબ્બર પરિવર્તન ચાલી રહ્યું છે. અત્યાર સુધી ટ્રમ્પ પુતિનની પ્રશંસા કરતા હતા અને ઝેલેન્સ્કીને ચૂંટાયા વિનાનાં સરમુખત્યાર કહેતા હતા. તે બંને પ્રત્યેનું ટ્રમ્પનું વલણ બદલાઈ રહ્યું છે. તેઓએ પુતિન માટે એમ પણ કહ્યું હતું કે તેઓ વાતો તો સારી સારી કરે છે, પરંતુ સાંજે પ્રચંડ બોમ્બમારો કરે છે.

આમ એક સમયે પુતિન સાથે મૈત્રી ભર્યા સંબંધો હોવાની વાત કરનારા ટ્રમ્પનું વલણ બદલાઈ રહ્યું છે. તેઓે રશિયા લીડરને પાગલ સમાન પણ કેી દીધા હતા.

મોસ્કો પછી કીવ પહોંચેલા ટ્રમ્પના વિશેષ દૂત લેફ્ટે જન (નિવૃત્ત) કીથ કેલોગ સાથેની મંત્રણાને ઝેલેન્સ્કીએ ઘણી સફળ ગણાવી હતી. અને અમેરિકા તેને એરડીફેન્સ સીસ્ટીમ પેટ્રિયટ મિસાઇલ્સ આપશે જ તેવો વિશ્વાસ પણ જાહેર કર્યો હતો.

તકલીફ ત્યાં ઉભી થઇ છે કે યુક્રેને પેટ્રિયટ મિસાઇલ્સ મળવાની છે તેમ જાણી રશિયાએ યુક્રેન ઉપર ફરી પ્રચંડ બોમ્બ અને મિસાઇલ્સ મારો શરૂ કરી દીધો હતો. તેમ છતાં એક વાત સ્પષ્ટ થઇ રહી છે યુક્રેન યુદ્ધ અંગેની અમેરિકાની નીતિમાં પરિવર્તન આવી ગયું છે.

Tags :