Get The App

ગ્રીનલૅન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, માલિક બનીશું: ટ્રમ્પની વધુ એક ધમકીથી યુરોપમાં ચિંતા વધી

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીનલૅન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, માલિક બનીશું: ટ્રમ્પની વધુ એક ધમકીથી યુરોપમાં ચિંતા વધી 1 - image


Trump Says US Will Take Greenland ‘At Any Cost’ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે અમેરિકા ગમે તે ભોગે ગ્રીનલૅન્ડ લઈને જ રહેશે. ટ્રમ્પનો દાવો છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર કબજો નહીં કરે તો ચીન અથવા રશિયા કબજો કરી લેશે. 

એર ફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું છે, હું નથી ઇચ્છતો કે રશિયા અથવા ચીન ગ્રીનલૅન્ડ લઈ લે. હું વાતચીતના માધ્યમથી ડીલ કરવાનું પસંદ કરીશ. ડીલ કરવી જ સરળ રહેશે, પણ છેવટે ગમે તે ભોગે ગ્રીનલૅન્ડ લઈને જ રહીશું. 

ગ્રીનલૅન્ડ ભાડાપટ્ટે નથી જોઈતું, અમે તેના માલિક બનીશું: ટ્રમ્પ

પત્રકારોએ જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ ગ્રીનલૅન્ડ લેવા માટે સૈન્ય કાર્યવાહી કરવા આદેશ આપશે? તો તેમણે કહ્યું, કે અમેરિકાનું ધ્યાન માત્ર ગ્રીનલૅન્ડ પર અધિકાર સ્થાપિત કરવા પર છે. અમને ગ્રીનલૅન્ડ લીઝ પર અથવા થોડા સમય માટે નથી જોઈતું. પણ અમે ગ્રીનલૅન્ડના એકમાત્ર માલિક બનવા માંગીએ છીએ. 

ગ્રીનલૅન્ડ પર સૈન્ય કાર્યવાહી કરશે ટ્રમ્પ? 

ટ્રમ્પે વધુમાં કહ્યું, કે ગ્રીનલૅન્ડની સુરક્ષા વ્યવસ્થા ખૂબ નબળી છે. ત્યાં નામ પૂરતી સુરક્ષા થઈ રહી છે. ગ્રીનલૅન્ડની આસપાસ રશિયા અને ચીનના યુદ્ધ જહાજોની હાજરી છે. ત્યાં અમેરિકાની સેનાની માત્ર હાજરીથી કામ નહીં થાય. અમને ગ્રીનલૅન્ડની માલિકી જોઈએ છે. 

નોંધનીય છે કે ગ્રીનલૅન્ડ ડેન્માર્કનું એક સ્વાયત્ત ક્ષેત્ર છે. આર્કટિકમાં શિપિંગ રૂટ અને મિલીટરી કોરિડોરના કારણે ગ્રીનલૅન્ડનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. 

ટૂંકમાં સરળ શબ્દોમાં સમજો ગ્રીનલૅન્ડનો ઇતિહાસ (ટાઇમલાઇન) 

ઈ. સ. પૂર્વે 2500 

સાકાક સંસ્કૃતિના લોકો કેનેડાથી બરફ પર ચાલીને ગ્રીનલૅન્ડ આવ્યા 

ઈ. સ. 982 

આઇસલૅન્ડથી હાંકી કાઢવામાં આવેલા વાઇકિંગ એરિકે અહીં વસવાટ કર્યો અને ગ્રીનલૅન્ડ નામ આપ્યું 

ઈ. સ. 1000 

એરિકના પુત્ર લીફ એરિક્સે અહીં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો 

ઈ. સ. 1450

રહસ્યમય રીતે વાઇકિંગ્સ ગ્રીનલૅન્ડ છોડી ગયા અથવા મૃત્યુ પામ્યા (દુષ્કાળ અને હિમયુગ) 

1721 

મિશનરી હંસ એગેડે ફરી ગ્રીનલૅન્ડ શોધ્યું અને અહીં ડેન્માર્ક-નૉર્વેની કોલોની સ્થપાઈ 

19401-45 (બીજું વિશ્વયુદ્ધ  

જર્મનીએ ડેન્માર્ક પર કબજો કર્યો અને અમેરિકાએ ગ્રીનલૅન્ડની રક્ષા કરી 

1953 

ડેન્માર્કે ગ્રીનલૅન્ડને કોલોનીને બદલે એક પ્રોવિન્સ એટલે કે પ્રાંતનો દરજ્જો આપ્યો 

1979 

ગ્રીનલૅન્ડને પોતાની જુદી સંસદ અને આંતરિક સરકારની સ્વતંત્રતા મળી 

1985 

ગ્રીનલૅન્ડ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યું

2009

ગ્રીનલૅન્ડને કુદરતી સંપત્તિ, ન્યાયતંત્ર વગેરેની વધુ સત્તા મળી