Get The App

BRICS દેશો પર 10% ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકી, કહ્યું- 'ડોલર રાજા છે, તેને પડકારનારા મોટી કિંમત ચૂકવશે'

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
BRICS દેશો પર 10% ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકી, કહ્યું- 'ડોલર રાજા છે, તેને પડકારનારા મોટી કિંમત ચૂકવશે' 1 - image

Trump Tariff Threat to Brics Nations: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સહિતના બ્રિક્સ દેશોને ટેરિફ અંગે ધમકી આપી છે. મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે કેબિનેટ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, 'બ્રિક્સ સંગઠનનો ભાગ બનનારા તમામ દેશો પર ટૂંક સમયમાં 10 ટકા ટેરિફ લાદવામાં આવશે. બ્રિક્સમાં સામેલ દેશો અમેરિકાના ડોલરને નબળો પાડવાનું કામ કરી રહ્યા છે.’

ડોલર રાજા છે, તેને પડકારવા માગતા લોકો મોટી કિંમત ચૂકવશે: ટ્રમ્પ

આ દરમિયાન જ્યારે તેમને ભારત અંગે પૂછવામાં આવ્યું તો ટ્રમ્પે જવાબ આપતા કહ્યું કે, 'આ કાર્યવાહીમાં કોઈ અપવાદ નહીં હોય. જો તેઓ (ભારત) બ્રિક્સમાં હશે તો તેમને ચોક્કસપણે 10% ચૂકવવા પડશે કારણ કે બ્રિક્સની સ્થાપના અમેરિકાને નુકસાન પહોંચાડવા કરવામાં આવી છે. ડોલર રાજા છે, જે લોકો તેને પડકારવા માંગતા હોય, તેમને મોટી કિંમત ચૂકવવી પડશે. મને નથી લાગતું કે તેમાંથી કોઈ પણ તે કિંમત ચૂકવી શકશે.’

આ પણ વાંચો: Explainer: બ્રિક્સ દેશોનો દબદબો વધતા જ ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું, જાણો 10% ટેરિફની ધમકીના ત્રણ મુખ્ય કારણ

બ્રિક્સ શું છે?

બ્રિક્સ (BRICS) એટલે વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનું એક જૂથ, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. આ સંગઠનનું નામ આ પાંચ દેશોના પ્રથમ અક્ષરો પરથી રખાયું છે. 2009માં સ્થપાયેલા આ જૂથમાં 1 જાન્યુઆરી, 2024ના રોજ ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમીરાતને પણ જોડવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયા પણ આમંત્રિત રાષ્ટ્ર તરીકે બ્રિક્સ પ્રવૃત્તિમાં ભાગ લે છે, પરંતુ તે હજુ સત્તાવાર સભ્ય નથી. બ્રિક્સનો મુખ્ય હેતુ ઉભરતા અર્થતંત્રો વચ્ચે આર્થિક સહકાર અને વૈશ્વિક સંતુલન વધારવાનો છે.