Get The App

ભારત- પાકિસ્તાનની લડાઇ અટકાવવાનો ટ્રમ્પે ફરી દાવો કર્યો, અમને ખૂબ ગૌરવ છે.

બંને દેશો ન્યુકલિયર પાવર હોવાથી જોખમ ઉભું થયું હોવાની પણ વાત કરી

સીઝ ફાયરને લઇને પોતાની કોઇ જ ભૂમિકા નહી હોવાનું કહયા પછી યુ ટર્ન

Updated: May 31st, 2025

GS TEAM

Google News
Google News
ભારત- પાકિસ્તાનની લડાઇ અટકાવવાનો  ટ્રમ્પે ફરી દાવો કર્યો,  અમને ખૂબ ગૌરવ છે. 1 - image

ન્યૂયોર્ક,૩૧ મે,૨૦૨૫,શનિવાર 

પહલગામના આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદુર અંર્તગત પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરીને પાઠ ભણાવ્યો હતો. ચાર દિવસ ચાલેલી કાર્યવાહી પછી કાર્યવાહી અટકી ગઇ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુ પર મેસેજ કરીને યુધ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઇ અટકાવવાનો જશ પણ લીધો હતો.

ખાસ કરીને બંને દેશો ન્યુકલિયર પાવર હોવાથી જોખમ ઉભું થયું હોવાની પણ વાત હતી. ત્યાર પછી વિવાદ થતા સીઝફાયર લઇને પોતાની કોઇ જ ભૂમિકા નહી હોવાની ટ્રમ્પે સ્પષ્ટતા કરવી પડતી હતી. જો કે હવે ફરી ટ્રમ્પે કહયું છે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકયું હતું મને લાગે છે કે પરમાણુ આફત આવી શકે તેમ હતી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે આ સૌદા પર મને ગૌરવ છે. આના લીધે જ અમે ભારત અને પાકિસ્તાન બંને સાથે કામ કરી રહયા છે.

 અમે ગોળીઓના બદલે વ્યાપાર દ્વારા આમ કર્યુ છે આથી અમને ખૂબ ગૌરવ છે. કોઇ આ અંગે વાત કરતા નથી પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચે ખતરનાક સંભવિત યુધ્ધ ચાલી રહયું હતું. ટ્રમ્પના અન્ય એક બયાન મુજબ પાકિસ્તાનનું  પ્રતિનિધિ આવતા સપ્તાહ આવી રહયું છે. અમે ભારત સાથે પણ એક સમજુતી કરવાની નજીક છીએ. જો બંને એક બીજા સાથે યુધ્ધ કરવાના હોતતો મને કોઇ પણ પ્રકારની સમજુતી કરવામાં કોઇ દિલચસ્પી નથી.

અમે કહયું હતું કે જે એક બીજા પર ગોળીઓ  ચલાવે છે અને સંભવિત પરમાણુ શસ્ત્રોના ઉપયોગની નજીક હોય તેમની સાથે અમે વેપાર કરી શકીએ નહી. બંને પક્ષના નેતાઓ વાત માની ગયા, સમજયા અને સહમત થયા તે બદલ નેતાગીરીને મહાન ગણાવી હતી. વધુમાં ટ્રમ્પનું કહેવું હતું કે અમે બીજાને યુધ્ધ કરતા રોકીએ છીએ કારણ કે બીજા કોઇ કરતા યુદ્ધ સારી રીતે લડી શકીએ છીએ. અમારી પાસે દુનિયાની સૌથી મોટી સેના છે અને અમારી પાસે દુનિયાના મહાન નેતા પણ છે.