Get The App

ઇરાનનાં ચક્કરમાં ટ્રમ્પ ખરા ફસાયા છે : ખામેનેઇએ કહ્યું : 'ખાડી દેશોમાં યુએસનું એકપણ બેઝ સુરક્ષિત નહી રહે'

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનનાં ચક્કરમાં ટ્રમ્પ ખરા ફસાયા છે : ખામેનેઇએ કહ્યું : 'ખાડી દેશોમાં યુએસનું એકપણ બેઝ સુરક્ષિત નહી રહે' 1 - image

- શાંતિ મંત્રણા વચ્ચે મોજતબાની અમેરિકાને ખુલ્લી ધમકી

- પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચકરાવે ચઢ્યું છે : એક તરફ ટ્રમ્પ કોઈપણ રીતે યુદ્ધ જીતવા માગે છે : સામે ઇરાન તેટલું જ તૈયાર છે : ખામેનેઇ ધમકી આપે છે

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચકરાવે ચઢ્યું છે એક તરફ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ હાલતમાં આ યુદ્ધને અમેરિકા માટેનો વિજય સિદ્ધ કરવા માગે છે તો બીજી તરફ ઇરાન છે જે પોતાના અમેરિકાના દશકો પુરાણા ડરનો સામનો કરી વધુને વધુ ખતરનાક બની ગયું છે. એ નીડરતાનો પરિચય આપતાં શાંતિ મંત્રણા વચ્ચે ઇરાનના સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેનેઇએ સ્પષ્ટ કહ્યું છે કે, હવેથી ખાડી દેશોમાં રહેલું અમેરિકાનું એક પણ બેઝ સુરક્ષિત નહીં રહે. તે ઢાલની જેવું કામ કરી જ નહીં શકે.

અલ જજીરાના રીપોર્ટ પ્રમાણે : બકરી ઇદના નિમિત્તે ઇરાનના લોકોને સંબોધી ખામેનેઇએ એક લિખિત નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું તેમાં અમેરિકા સાથે ચાલી રહેલી શાંતિ મંત્રણાનો પણ ઉલ્લેખ કરાયો હતો તેટલું જ નહીં પરંતુ યુદ્ધની સ્થિતિ અંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે ઇરાન, અમેરિકી મથકો હુમલા કરવાનું નહીં ચૂકે. તેમણે વધુમાં કહ્યું કે તે નિશ્ચિત છે કે સમય કદી પાછો ફરતો નથી. અને હવે તે ક્ષેત્રોની જનતા અને જમીન અમેરિકી મથકો માટે ઢાલનું કામ નહીં કરે. અમેરિકાને હવે તે ક્ષેત્રમાં ખરાબી ફેલાવવા માટે કે સૈન્ય મથક સ્થાપવા માટે કોઈ સુરક્ષિત સ્થાન નહીં મળે.

આથી તે સ્પષ્ટ થઇ જાય છે કે ખામેનેઇનો આ સંકેત એ વિસ્તારમાં અમેરિકાનાં મથકો અંગે જ હતો.

ઇરાને આ પૂર્વે થયેલા સંઘર્ષ સમયે પણ ખાડી દેશોમાં રહેલાં અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યાં હતાં, તે સમયે દરેક ખાડી દેશોએ તે સામે નારાજગી દર્શાવી હતી. પરંતુ ખામેનેઇનાં આ વિધાનો તેમ દર્શાવે છે કે ખાડી દેશો હવે અમેરિકી મથકો ચલાવી નહીં લે. ખાડી દેશો સાથે સંરક્ષણ કરારો કર્યા સિવાય જ અમેરિકાએ ત્યાં સ્થાપેલાં યુદ્ધ મથકો અંગેની પોલ ખુલ્લી પડી ગઈ છે. બીજી તરફ ઇરાનનાં નાનાં ડ્રોન્સે પણ ખાડી દેશોમાં મચાવેલો ઉત્પાતથી ખાડી દેશો અમેરિકા સિવાય અન્ય વિકલ્પો શોધી રહ્યા છે.