ટ્રમ્પનું નવું ગતકડું, ચાઈનીઝ એરલાઈન્સ સામે પ્રતિબંધનો પ્રસ્તાવ, જાણો શું મૂક્યો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Ban Chinese Airlines: અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દિવસ જાય અને કંઈક નવું ગતકડું ન કાઢે તેવું બહું ઓછું બને છે. ટ્રમ્પ તંત્ર હવે ચાઇનીઝ એરલાઈન્સ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ લઈને આવ્યું છે. તેનો છ ચાઇનીઝ એરલાઇન્સે ભારે વિરોધ કર્યો છે. ટ્રમ્પ તંત્રનો દાવો છે કે ચાઈનીઝ એરલાઇન રશિયાના એરસ્પેસમાંથી ઉડવાનો બિનજરુરી સ્પર્ધાત્મક લાભ અમેરિકન એરલાઇન્સ પર મેળવે છે.
યુક્રેન યુદ્ધ પછીના પ્રતિબંધો
રશિયાના હવાઈક્ષેત્રમાંથી ઉડવાના લીધે ચીની એરલાઇન્સને સમયની સાથે-સાથે ઇંધણની પણ બચત થાય છે. 2022માં યુક્રેન પર રશિયાના હુમલા પછી પશ્ચિમી દેશોના પ્રતિબંધના જવાબમાં રશિયાએ તેનું હવાઈક્ષેત્રે યુરોપીયન અને અમેરિકન એરલાઇન્સ માટે બંધ કરી દીધું હતું.
તેની સામે ચીનની એરલાઇન્સ પર આવા કોઈ પ્રતિબંધ લાગતા નથી. ચીનની એર ચાઇના, ચાઇના ઇસ્ટર્ન અને ચાઈના સધર્ન સહિત છ એરલાઈન્સે ગયા અઠવાડિયે અમેરિકન પ્રસ્તાવ સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રતિબંધથી ટિકિટ મોંઘી થશે અને હજારો પ્રવાસીઓ પર વિપરીત અસર
ચાઇના ઇસ્ટર્ને આ સપ્તાહે સોંપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ જાહેર હિતને નુકસાન પહોંચાડશે. તેનાથી ખર્ચ વધશે અને ટિકિટ વધુ મોંઘી થશે. હજારો પ્રવાસીઓ પર વિપરીત અસર પડશે. તેમની હેરાનગતિમાં વધારો થશે.
આ પણ વાંચો: તાલિબાને તબાહી મચાવી તો લાચાર પાકિસ્તાને કહ્યું - આ તંગદિલી પાછળ ભારતનો હાથ
હવે જો આ પ્રતિબંધ થેન્ક્સગિવિગ ડે અને ક્રિસમસ પહેલા લાગુ પડ્યો તો લગભગ પાંચેક હજાર પ્રવાસીઓ પર તેની સીધી અસર પડશે. ચીનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પ તંત્રના પ્રસ્તાવની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારનો પ્રસ્તાવ વૈશ્વિક પ્રવાસીઓ માટે એક સજા સમાન સાબિત થશે.









