Get The App

શીને મળતાં પૂર્વે થોડી જ મિનીટે ટ્રમ્પે પરમાણુ શસ્ત્ર પ્રયોગ માટે આદેશ આપ્યો

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
શીને મળતાં પૂર્વે થોડી જ મિનીટે ટ્રમ્પે પરમાણુ શસ્ત્ર પ્રયોગ માટે આદેશ આપ્યો 1 - image


- આ અણુશસ્ત્ર પ્રયોગનો ગુઢાર્થ ઘણુ ઘણુ કહી જાય છે

- પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું : 'અમેરિકા પાસે દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ એ-બોમ્બ' છે

નવી દિલ્હી : ચીનના પ્રમુખ શી જિન પિંગને મળવા જતાં પૂર્વે પ્રમુખ ટ્રમ્પે ગુરૂવારે તેઓના ડિપાર્ટમેન્ટ ઓફ વોરને પરમાણુ બોંબના પ્રયોગો ફરીથી તત્કાળ શરૂ કરી દેવા આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, અન્ય દેશો પણ પરમાણુ શસ્ત્ર પ્રયોગો કરી રહ્યા છે, તેથી આપણે પણ તત્કાળ પરમાણુ શસ્ત્ર પ્રયોગો શરૂ કરી દેવા જોઈએ.

દક્ષિણ કોરિયામાં એસોસિએશન ઓફ પેસિફિક કન્ટ્રીઝની પરિષદમાં હાજરી આપતાં પૂર્વે તેઓએ આપેલો આ આદેશ થોડામાં ઘણું કહી જાય છે. તેમ કહેતા વિશ્લેષકો જણાવે છે કે, આ દ્વારા ટ્રમ્પે ચીનને અને રશિયાને સીધી જ ચેતવણી આપી દીધી છે.

ગુરૂવારે પોતાના ટ્રુથ સોશ્યલ પર ટ્રમ્પે લખ્યું હતું કે, દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમેરિકા પાસે છે. તે પછી તુર્ત જ ક્રમાંક રશિયાનો આવે છે. ચીન તે બંને પ્રમાણમાં ઘણા ઓછા પરમાણુ શસ્ત્રો ધરાવતું હોવા છતાં દૂર ત્રીજા ક્રમે છે, પરંતુ તે આગામી પાંચ વર્ષમાં (પરમાણુ શસ્ત્રની સંખ્યામાં) અમારી બરોબર થઈ શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ પુતિને બુધવારે જણાવ્યું હતું કે, રશિયાએ પોસીડોન (મહાસાગર) નામક ન્યુકિલયર પાવર્ડ સુપર ટોર્નિડોનું સફળ પરીક્ષણ કર્યું હતું. જે કોઈ પણ દેશનાં માત્ર યુદ્ધ જહાજોને જ નહીં પરંતુ પ્રચંડ રેડીયો એકિટવ ઓશન સેલ્સ (કિરણોત્સર્ગ ધરાવતાં સમુદ્રીય મોજા ઉછાળી) તટ પ્રદેશમાં પણ ખાના-ખરાબી કરી શકે તેમ છે.

રશિયાએ ઓકટોબર ૨૧ અને ૨૨ના દિવસે તેનાં અત્યંત આધુનિક બ્યુરેવેસ્ટનિક ક્રૂઝ મિસાઇલ્સના સફળ પરીક્ષણો કર્યા હતાં.

અમેરિકાએ છેલ્લે ૧૯૯૨માં પરમાણુ શસ્ત્ર પ્રયોગ કર્યો હતો. તે દ્વારા તે બે બાબતોની ચકાસણી કરવા માંગતુ હતું : (૧) હજી પણ જુનાં પરમાણુ શસ્ત્રો કામિયાબ બની શકે તેમ છે કે નહીં ? (૨) નવા પરમાણુ શસ્ત્રોની જરૂર કેટલી છે ?

પરમાણુ શસ્ત્રોના ટેકનિકલ ડેટાને તો એક તરફ રાખીએ પરંતુ ટ્રમ્પ આ આદેશ (પરમાણુ શસ્ત્રો વિષયક આદેશ) આપી દુનિયાને દેખાડવા માગે છે કે, હજી પણ પરમાણુ શસ્ત્રો બાબતે અમેરિકા સર્વ પ્રથમ છે.

અમેરિકાએ ૨૬ જુલાઈ ૧૯૪૫માં એરિઝોનાનાં રણમા સફળ પરમાણુ બોંબ પ્રયોગ કર્યો હતો. તે પછી હીરોશિમા અને નાગાસાકી (જાપાન) ઉપર પરમાણુ બોંબ નાખી જાપાનને શરણાગત કરી દ્વિતીય વિશ્વ યુદ્ધનો અંત આણ્યો હતો.

Tags :