BIG NEWS: 'હોર્મુઝમાં કોઈ જહાજ અવરજવર નહીં કરી શકે, અમેરિકન નેવી કરશે નાકાબંધી', ટ્રમ્પની મોટી ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Big Statement on Hormuz: પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી હાઈ-લેવલ બેઠક અંતે નિષ્ફળ રહી હતી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામને કાયમી શાંતિમાં બદલવાનો ઉદ્દેશ્યો હતો, પરંતુ જમીની હકીકત અને વ્યૂહનીતિક અડચણોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. ત્યારે હવે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર ફરી એકવાર ગંભીર સંકટના વાદળો છવાયા છે. કારણ કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને લઈને મોટું નિવેદન આપ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેની 20 કલાક લાંબી મેરેથોન બેઠક બાદ પણ 'પરમાણુ હથિયારો' મુદ્દે કોઈ સહમતી સધાઈ નથી. ઈરાનની જિદને જોતા ટ્રમ્પે તાત્કાલિક અસરથી અમેરિકી નેવીને ઈરાની સમુદ્રી સીમામાં નાકાબંધી કરવાના આદેશ આપ્યા છે. આ આદેશ બાદ ગમે ત્યારે ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચવાની અને મોટા સૈન્ય સંઘર્ષની શક્યતા જોવાઈ રહી છે. આ સિવાય ટ્રમ્પે એ પણ ચેતવણી આપી છે કે, અમેરિકા તાત્કાલિક અસરથી હોર્મુઝમાં પ્રવેશતા અથવા બહાર નિકળવાનો પ્રયાસ કરનારા જહાજોની નાકાબંધી શરૂ કરી દશે. આ સાથે તેમણે કહ્યું કે, જો તેમના રસ્તામાં કોઈ આવશે તો તેને ઉડાવી દેવામાં આવશે. કોઈ પણ દેશ જે ઈરાનને ગેરકાયદેસર રીતે ટોલ (ટેક્સ) ચૂકવશે, તેને સમુદ્રમાં સુરક્ષિત રસ્તો મળશે નહીં.
ઈરાને બિછાવેલા માઈન ડ્રોપ્સ નાશ પામ્યા: ટ્રમ્પ
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, ઈરાને હોર્મુઝ ખોલવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ જાણી જોઈને તેમ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આના કારણે વિશ્વના ઘણા દેશો અને લોકોમાં ચિંતા અને પીડા ફેલાઈ છે. તેઓ કહે છે કે તેમણે પાણીમાં સુરંગો બિછાવી છે, જોકે તેમની નૌસેના અને મોટાભાગના 'માઈન ડ્રોપર્સ' સંપૂર્ણપણે નાશ પામ્યા છે. કદાચ તેમણે આવું કર્યું પણ હોય, પરંતુ કયો જહાજ માલિક આવું જોખમ ખેડવા માંગશે? આનાથી ઈરાન અને તેના બાકી બચેલા નેતાઓની પ્રતિષ્ઠાને કાયમી નુકસાન થયું છે. પરંતુ અમે હવે એ બધી વાતોથી ઉપર ઉઠી ગયા છીએ. તેમના વચન મુજબ, તેમણે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને ઝડપથી ખોલવાની પ્રક્રિયા શરૂ કરવી જ પડશે! તેઓ કાયદાના દરેક પુસ્તકનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન યુદ્ધ અંગે કરી વાત
મને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર દ્વારા ઈસ્લામાબાદમાં યોજાયેલી બેઠક વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ બેઠક પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને વડાપ્રધાન શહેબાઝ શરીફના સક્ષમ નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. તેઓ અસાધારણ માણસો છે અને ભારત સાથેના ભયાનક યુદ્ધમાં 3 થી 5 કરોડ લોકોના જીવ બચાવવા બદલ તેઓ સતત મારો આભાર માને છે. માનવતાની આ વાતો સાંભળવી મને હંમેશા ગમે છે.
મોટાભાગના મુદ્દાઓ પર સહમતી થઈ, પરંતુ 'પરમાણુ' પર વાત ન બની: ટ્રમ્પ
ઈરાન સાથેની બેઠક વહેલી સવારથી શરૂ થઈ અને આખી રાત એટલે કે લગભગ 20 કલાક સુધી ચાલી. હું તેની વિગતવાર ચર્ચા કરી શકું છું, પરંતુ અહીં માત્ર એક જ વાત મહત્ત્વની છે - ઈરાન તેની પરમાણુ મહત્વાકાંક્ષા છોડવા તૈયાર નથી! ઘણી રીતે, જે મુદ્દાઓ પર સહમતી સધાઈ છે તે અમારા સૈન્ય અભિયાનને ચાલુ રાખવા કરતા વધુ સારા છે, પરંતુ આવા અસ્થિર અને અણધારી લોકોના હાથમાં પરમાણુ શક્તિ આવવા દેવાની સરખામણીમાં તે મુદ્દાઓ કોઈ અર્થ રાખતા નથી. મારા પ્રતિનિધિઓ ઈરાનના પ્રતિનિધિઓ મોહમ્મદ-બાઘેર ઘાલીબાફ, અબ્બાસ અરાઘચી અને અલી બાઘેરી સાથે મૈત્રીપૂર્ણ રહ્યા, પરંતુ તે મહત્ત્વનું નથી કારણ કે તેઓ મુખ્ય મુદ્દા પર મક્કમ રહ્યા. મેં વર્ષો પહેલા કહ્યું હતું તેમ, ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય! તેથી, હવે સ્થિતિ સ્પષ્ટ છે. બેઠક સારી રહી, મોટાભાગના મુદ્દાઓ પર સહમતી થઈ, પરંતુ જે મુદ્દો ખરેખર મહત્ત્વનો હતો - 'પરમાણુ', તેના પર વાત ન બની.
જે દેશ ઈરાનને ટોલ ચૂકવશે તેને સમુદ્રમાં સુરક્ષિત રસ્તો નહીં મળે: ટ્રમ્પ
તાત્કાલિક અસરથી, યુનાઈટેડ સ્ટેટ્સ નેવી હોર્મુઝમાં પ્રવેશતા અથવા બહાર નીકળતા તમામ જહાજોની નાકાબંધી શરૂ કરશે. કોઈ પણ દેશ જે ઈરાનને ગેરકાયદેસર રીતે ટોલ (ટેક્સ) ચૂકવશે, તેને સમુદ્રમાં સુરક્ષિત રસ્તો મળશે નહીં. અમે ઈરાન દ્વારા નાખવામાં આવેલી સુરંગોને નષ્ટ કરવાનું પણ શરૂ કરીશું. જો કોઈ ઈરાની અમારા પર કે શાંતિપૂર્ણ જહાજો પર ગોળીબાર કરશે, તો તેને ખતમ કરી દેવામાં આવશે!
નાકાબંધી ટૂંક સમયમાં શરૂ થશે: ટ્રમ્પ
ઈરાન જાણે છે કે આ પરિસ્થિતિનો અંત કેવી રીતે લાવવો. તેમની નૌસેના, વાયુસેના અને રડાર સિસ્ટમ બધું જ નાશ પામ્યું છે. ખોમેની અને તેમના મોટાભાગના નેતાઓ મૃત્યુ પામ્યા છે, અને આ બધું તેમની પરમાણુ મહત્વાકાંક્ષાને કારણે થયું છે. નાકાબંધી ટૂંક સમયમાં શરૂ થશે અને અન્ય દેશો પણ તેમાં જોડાશે. ઈરાનને આ ખંડણીથી ફાયદો લેવા દેવામાં આવશે નહીં. અમારી સેના પૂરી રીતે તૈયાર છે અને યોગ્ય સમયે અમે બાકી બચેલા ઈરાનને પણ ખતમ કરી દઈશું!








