World

આયોવા રેલી સાથે ટ્રમ્પે અમેરિકાનાં 250માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો પ્રારંભ કર્યો પોતે પણ અન્યો સાથે નાચ્યા

By GS TEAM
4 Jul 20252 mins read
આયોવા રેલી સાથે ટ્રમ્પે અમેરિકાનાં 250માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો પ્રારંભ કર્યો પોતે પણ અન્યો સાથે નાચ્યા

- સ્વાતંત્ર્ય દિને વ્હાઈટ હાઉસની લોન ઉપર યુએફસી ટુર્નામેન્ટ યોજાશે, ગીત, સંગીત કાર્યક્રમો થશે : અસામાન્ય આતશબાજી કરવામાં આવશે

વૉશિંગ્ટન : અમેરિકા તેના ૨૫૦માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં મસ્ત બની રહ્યું છે. પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ ઉજવણી ભવ્યાતિભવ્ય કરવા કેટલાયે સમયથી યોજના ઘડવી શરૂ કરી હતી. જબરજસ્ત ફાયર વર્ક્સ, દેશભક્તિના ગીતો અને સંગીત સાથે આ ઉજવણી તર-બતર રહેશે. ઉપરાંત વ્હાઈટ હાઉસનાં પ્રટાંગણમાં આવેલી વિશાળ લોન ઉપર યુ.એફ.સી. એમ્પિયનશીપ યોજવામાં આવશે.

તા. ૩જી જુલાઈથી જ આ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આયોવાથી આ ઉજવણી શરૂ કરાઈ ત્યારે માનવમેદની નાચ-ગાનમાં મસ્ત બની રહી તે સમયે પ્રમુખ ટ્રમ્પ પણ તે મેદની સાથે ભળી ગયા હતા. અને સંગીતના તાલે નાચી રહેલી મેદની સાથે નાચી રહ્યા.

અમેરિકાનાં ૨૫૦માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તો તા ૩જી જુલાઈથી જ શરૂ થઈ ગઈ છે. પ્રમુખ ટ્રમ્પે આ ઉજવણી ભવ્યાતિભવ્ય બનાવવાનું પહેલેથી જ આયોજન કરી રાખ્યું હતું.

યુએસ-એ-ટુડે જણાવે છે કે, ટ્રમ્પે મેદનીને સંબોધતાં કહ્યું : તમે સર્વે જાણો જ છો કે આપણે ઘણી મોટી ઉજવણી કરવાનાં છીએ : સ્વાતંત્ર્યનું આ ૨૫૦મું પર્વ છે. આ ઉજવણીના ભાગરૂપે યુનાઈટેડ ફૂટબોલ કલબની ફાયન વ્હાઈટ હાઉસના પ્રટાંગણમાં રમાવાની છે. વિચારો તે કેટલું આનંદદાયક હશે.

થોડા દિવસો પૂર્વે જ ટ્રમ્પે જૂન મહિનામાં ન્યૂજર્સીમાં યોજાયેલી યુએફસી ટુર્નામેન્ટ જોઈ હતી.

આ વખતે ટેક્ષબિલમાં મળેલા વિજયથી ટ્રમ્પ ઘણા જ આનંદમાં પણ છે. આ ઉજવણી સમયે ઈરાન પર હુમલા કરનાર સ્વીથ-બોમ્બર્સ ઉપરથી પસાર થવાનાં છે. આ ઉજવણીમાં અન્ય બાબતો આ પ્રમાણે છે.

ગ્રેટ અમેરિકન સ્ટેટ ફોર જે એક વર્ષ સુધી ચાલશે તેમાં પચાસે પચાસ રાજ્યો ભાગ લેશે.

* વ્હોટ ડઝ અમેરિકા મીન ટુ યુ (અમેરિકા માટે તમો શું માનો છો ?) તે વિષય ઉપરની વિદ્યાર્થીઓની નિબંધ સ્પર્ધા તેમજ ચિત્રકામ સ્પર્ધા.

* જૂન ૪ના દિવસે (અમેરિકન સમય પ્રમાણે) ફીલાડેલ્ફીયામાં જુલાઈ ૪, ૨૦૨૬ના દિવસે ટાઈમ કેપ્શ્યુલ સ્ટેનલેસ સ્ટીલના નળાકારમાં રાખી ભૂમીમાં ઉતારવામાં આવશે.

* આ ઉપરાંત સ્ટોરી-ટેલિંગ-કોમ્પીટીશન વોલેન્ટીયરી લિઝમ (સ્વૈચ્છિક સહાયક વૃત્તિનું નિદર્શન) ટ્રાવેલિંગ ટેક એક્સ્પો વગેરે આયોજિત કરાયાં છે.

* આ પ્રવૃત્તિઓ આખું વર્ષ ચાલશે. તેનું ફુલ કેલેન્ડર હવે પ્રસિદ્ધ કરાશે. તેમ પણ વ્હાઈટહાઉસ પ્રવક્તાએ જણાવ્યું હતું.