ટ્રમ્પ પેલેસ્ટાઇનીઓના બીજા દેશોમાં વિસ્થાપન માટે ઉત્સૂક, નેતન્યાહુ સાથે વ્હાઇટ હાઉસમાં ચર્ચા
પેલેસ્ટાઇનીઓએ આજે નહી તો કાલે ગાજાપટ્ટી ખાલી કરવી જ પડશે
લેસ્ટાઇની નાગરિકોને શરણ આપે તેવા દેશો પર વિચાર કરી રહયા છે
ન્યૂયોર્ક,૮ જુલાઇ,૨૦૨૫,મંગળવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે પેલેસ્ટાઇનીઓના વિસ્થાપન અંગે સૌથી ગંભીર વાતચિત ચાલી રહી હોવાનું જાણવા મળે છે. નેતન્યાહુ યુએસના પ્રવાસ છે ત્યારે ટ્રમ્પ સાથેના ડિનર દરમિયાન પેલેસ્ટાઇનીઓને બહેતર ભવિષ્ય માટે ગાજાના લોકોને પાડોશી મૂલ્કોમાં જવા પર ભાર મુકવામાં આવ્યો હતો. યુએસ પ્રવાસ દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનું નોબલ પારિતોષિક મળે તે માટે નૉમિનેટ કર્યા હતા તેની સાથે પેલેસ્ટાઇનીઓના વિસ્થાપન અંગે પણ ચર્ચા થઇ હતી. નેતન્યાહુએ ડિનર પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે ઇઝરાયેલ અને અમેરિકા પેલેસ્ટાઇની નાગરિકોને શરણ આપે તેવા દેશો પર વિચાર કરી રહયા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે સીરિયા પર લગાવેલા અમેરિકી પ્રતિબંધો હટાવી લેવાથી ફાયદો થશે. યોગ્ય સમયે તહેરાન પરના પ્રતિબંધો દૂર કરવામાં આવશે એટલું જ નહી દેશના (ઇરાન)ના પુનર્નિમાણ માટેનો એક મોકો આપીશ. પ્રાપ્ત માહિતી અનુસાર નેતન્યાહુએ અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો અને મિડલ ઇસ્ટમમાં અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે જુદા જુદા સમયે બેઠક કરી હતી. આ બેઠક વ્હાઇટ હાઉસ પાસેના બ્લેયર હાઉસમાં યોજાઇ હતી. ગાજાને લઇને ટ્રમ્પે ૫ પોઇન્ટ પ્લાન તૈયાર કર્યો હતો.પેલેસ્ટાઇનીઓએ ગાજાપટ્ટી ખાલી કરવી જ પડશે.
ગાજા હવે રહેવા માટે જરાંય લાયક રહયું નથી
પેલેસ્ટાઇનીઓએ ઇજિપ્ત,જોર્ડન અને અન્ય દેશોમાં સ્થાઇ રીતે વસી જવું જોઇએ. ગાજા હવે રહેવાલાયક રહયું નથી. ગાજા ખાલી કરાવ્યા પછી તેનું પુનર્નિમાણ જોરશોરથી શરુ કરવામાં આવશે. સમગ્ર ગાજાને રિવેરા ઓફ મીડલ ઇસ્ટમાં પરિવર્તિત કરી નાખવામાં આવશે. ટ્રમ્પે કહયું હતું કે અમે ગાજાના મિડલ ઇસ્ટના રિવેરા પર ફોકસ કરીશું. રિવેરાએ ઇટાલિયન શબ્દ છે જેનો અર્થ કોસ્ટલાઇન એટલે કે સમુદ્રી તટ ફેંચ રિવેરા, ઇટાલિયન રિવેરા દુનિયાભરમાં પર્યટન સ્થળ તરીકે મશહૂર છે. આ જ યોજના હેઠળ ટ્રમ્પ ગાજાને પર્યટન હબ તરીકે વિકસિત કરવા ઇચ્છે છે.