ટ્રમ્પ ઇરાન જ નહી ઇઝરાયેલથી પણ નારાજ , કહયું તમારા પાયલોટને હવે ઘરે લઇ જાવ.

ન્યૂયોર્ક,૨૪ જૂન,૨૦૨૫,મંગળવાર
ડોનાલ્ડ ટ્રમ્પે યુધ્ધ વિરામની જાહેરાત કરતા ઇરાન અને ઇઝરાયેલ યુધ્ધમાં નાટયાત્મક મોડ આવ્યો છે. ઇરાન અને ઇઝરાયેલ તેમ છતાં યુધ્ધવિરામનું પાલન કરી રહયા નથી. ઇરાન તો સ્વભાવિક છે કે અમેરિકાનો શત્રું દેશ છે પરંતુ ઇઝરાયેલ પણ અમેરિકાની વાત માનવા તૈયાર નથી. પ્રાપ્ત માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્ર્મ્પે પોતાના ફાઇટર પ્લેનના પાયલોટને પાછા બોલાવી લેવા ઇઝરાયેલને ચેતવણી આપી છે.
ટ્રમ્પે મંગળવાર સવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વેરઝેર સમાપ્ત કરવાની મંગળવારે સમય સીમા નકકી કર્યા પછી પણ યુધ્ધવિરામની શરતનો ભંગ કર્યો છે. ટ્રમ્પે હેગમાં નાટોના શિખર સંમેલનમાં રવાના થતા પહેલા સતત હુમલાઓ અંગે નિરાશા વ્યકત કરી હતી કે એમને (ઇરાને) તો ઉલંઘન કર્યુ પરંતુ ઇઝરાયલે પણ કર્યુ છે આથી ઇઝરાયેલથી ખૂશ નથી. આજ સમયે ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથમાં પોસ્ટ કરીને રહયું કે બોંબ ફેંકશો નહી તમે આમ કરો છો તે મોટી ભૂલ છે. તમારા જે પાયલોટને હવે ઘરે લઇ જાવ.
અગાઉ ટ્રમ્પે પોસ્ટ કર્યુ હતું કે અત્યારથી સીઝ ફાયર લાગુ પડે છે, પ્લીઝ તેને તોડશો નહી.ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર બધાને અભિનંદન પણ આપી દીધા હતા કે લગભગ ૬ કલાકમાં બંને દેશો પોતાના યુધ્ધ મિશનને સમાપ્ત કરી દેશે. જે તે પોઇન્ટ પર યુધ્ધ સમાપ્ત થયેલું જાહેર કરવામાં આવશે. ઇઝરાયેલની નેતાગીરી ભલે થોડાક સપ્તાહમાં યુધ્ધનો ઉદ્દેશ સમાપ્ત કરવાનો દાવો કરતી હતી પરંતુ ટ્રમ્પનું માનવું હતું કે આ એક એવું યુધ્ધ છે જે વર્ષો સુધી ચાલવાનું હતું. સમગ્ર મધ્ય પૂર્વનો નાશ કરી શકે છે પરંતુ આવું થયું નહી અને કયારેય થશે પણ નહી.








