World

પ્રોજેક્ટ સફાયર: જ્યારે રાતોરાત પરમાણુ બોમ્બની સામગ્રી ઉઠાવી ગયું હતું અમેરિકા! હવે ઈરાન પર નજર

By GS TEAM
31 Mar 20263 mins read
TukuTouch Logo
જો આ ઓપરેશન પાર પડશે, તો તે આધુનિક વિશ્વનું સૌથી ખતરનાક સૈન્ય મિશન સાબિત થશે. જોકે, અમેરિકા માટે આવો પડકાર નવો નથી. 32 વર્ષ પહેલાં અમેરિકી આર્મીએ આવું જ એક અશક્ય મિશન પાર પાડ્યું હતું, જેનું કોડનેમ હતું પ્રોજેક્ટ સફાયર.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રોજેક્ટ સફાયર: જ્યારે રાતોરાત પરમાણુ બોમ્બની સામગ્રી ઉઠાવી ગયું હતું અમેરિકા! હવે ઈરાન પર નજર
 Image: national security archive

Trump Iran Mission : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ એક મહિના પછી પણ કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચતું જણાતું નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમનું લક્ષ્ય સ્પષ્ટ છે: ઈરાન પાસેથી તેનું એનરિચ્ડ યુરેનિયમ (સંવર્ધિત યુરેનિયમ) છીનવી લેવું. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, ટ્રમ્પ ઈરાનમાંથી 450 કિલો યુરેનિયમ બહાર કાઢવા માટે એક અત્યંત જટિલ ગ્રાઉન્ડ ઓપરેશન પર વિચાર કરી રહ્યા છે.

જો આ ઓપરેશન પાર પડશે, તો તે આધુનિક વિશ્વનું સૌથી ખતરનાક સૈન્ય મિશન સાબિત થશે. જોકે, અમેરિકા માટે આવો પડકાર નવો નથી. 32 વર્ષ પહેલાં અમેરિકી આર્મીએ આવું જ એક અશક્ય મિશન પાર પાડ્યું હતું, જેનું કોડનેમ હતું પ્રોજેક્ટ સફાયર.

શું હતો 'પ્રોજેક્ટ સફાયર'?

1990માં સોવિયત સંઘ(USSR)ના વિઘટન બાદ કઝાકિસ્તાનમાં 600 કિલો હાઇલી એનરિચ્ડ યુરેનિયમ (HEU) બિનવારસી હાલતમાં પડ્યું હતું. આટલું યુરેનિયમ 20 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું હતું. જો આ જથ્થો આતંકવાદીઓ કે હથિયાર માફિયાઓના હાથમાં આવી ગયો હોત, તો દુનિયા પર મોટું સંકટ આવી શક્યું હોત.

31 સભ્યોની ટીમે ચલાવ્યું ઓપરેશન

તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને 7 ઑક્ટોબર 1994ના રોજ એક ગુપ્ત મિશનને લીલી ઝંડી આપી. અમેરિકાની 31 સભ્યોની એક સ્પેશિયલ ટીમ, જેમાં ટેકનિશિયન અને નિષ્ણાતો સામેલ હતા, તેઓ ગુપ્ત રીતે કઝાકિસ્તાન પહોંચ્યા. હાડ થીજવતી ઠંડી અને રેડિયેશનના જોખમ વચ્ચે 4 અઠવાડિયા સુધી રાત-દિવસ કામ કરીને આ ટીમે 600 કિલો યુરેનિયમને 400 સ્પેશિયલ કન્ટેનરમાં પેક કર્યું અને C-5 ગેલેક્સી કાર્ગો વિમાન દ્વારા સુરક્ષિત રીતે અમેરિકા પહોંચાડ્યું.

આ પણ વાંચો : થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય: અમેરિકાનું મોટું નિવેદન

ઈરાન અને કઝાકિસ્તાન વચ્ચેનો તફાવત

ટ્રમ્પ ભલે પ્રોજેક્ટ સફાયરની જેમ ઈરાનમાં ઓપરેશન કરવા માંગતા હોય, પણ બંને પરિસ્થિતિઓ વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે. કઝાકિસ્તાને પોતે પરમાણુ મુક્ત થવા માટે અમેરિકાને સહયોગ આપ્યો હતો. જ્યારે ઈરાન અત્યારે અમેરિકા સાથે યુદ્ધની સ્થિતિમાં છે અને તે પોતાનું યુરેનિયમ સોંપવા ક્યારેય તૈયાર નથી.


અંડરગ્રાઉન્ડ બંકર સૌથી મોટો પડકાર

કઝાકિસ્તાનમાં ઓપરેશન શાંતિપૂર્ણ અને રાજદ્વારી હતું. જ્યારે ઈરાનમાં આ એક કોમ્બેટ ઓપરેશન હશે. અમેરિકી સ્પેશિયલ ફોર્સિસને ઈરાનના અંડરગ્રાઉન્ડ બંકરોમાં ઘૂસવું પડશે અને મિસાઇલ હુમલાઓ વચ્ચે ત્યાં રોકાવું પડશે. પ્રોજેક્ટ સફાયરમાં કુદરતી આફતો અને રેડિયેશનનું જોખમ હતું, જ્યારે ઈરાનમાં અમેરિકી સૈનિકો પર ઈરાની ડ્રોન, મિસાઇલ અને ગ્રાઉન્ડ ફોર્સના સીધા હુમલાનું જોખમ રહેશે.

7 દિવસ સુધી ઈરાનમાં રહેવું પડે

ઈરાન પાસે રહેલા યુરેનિયમથી 10થી 11 પરમાણુ બોમ્બ બની શકે છે. ટ્રમ્પ આ જોખમને કાયમ માટે ખતમ કરવા માંગે છે. વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, આ ઓપરેશન માટે અમેરિકી સૈનિકોએ ઓછામાં ઓછા 7 દિવસ ઈરાની ધરતી પર રહેવું પડી શકે છે. પ્રોજેક્ટ સફાયર એ મિત્રના ઘરેથી સામાન લાવવા જેવું હતું, જ્યારે ઈરાન મિશન દુશ્મનના ગઢમાં જઈને લૂંટ કરવા સમાન સાબિત થઈ શકે છે.