Get The App

(શાંતિ માટેનું) નોબેલ પ્રાઈઝ જાહેર થાય તે પહેલા ટ્રમ્પ સ્પર્ધામાં : વ્હાઈટ હાઉસે સાનંદ પુષ્ટિ આપી

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
(શાંતિ માટેનું) નોબેલ પ્રાઈઝ જાહેર થાય તે પહેલા ટ્રમ્પ સ્પર્ધામાં : વ્હાઈટ હાઉસે સાનંદ પુષ્ટિ આપી 1 - image


- ઈઝરાયલ-હમાસે ટ્રમ્પના ગાઝા-પ્લાનનો પહેલો ભાગ સ્વીકારતાં વ્હાઈટ હાઉસે તેઓને 'પીસ પ્રેસિડેન્ટ' કહી બહુમાન્ય કર્યા

વોશિંગ્ટન : બરોબર સમયોચિત ટિવટ કરી, વ્હાઈટ હાઉસે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 'પીસ પ્રેસિડેન્ટ' કહી નવાજ્યા હતા. ઈઝરાયલ-હમાસે તેઓનાં ગાઝા-પ્લાનને સ્વીકારતાં વ્હાઈટ હાઉસે ટ્રમ્પની આ નવાજિશ કરી હતી. બીજી તરફ ૨૦૨૫નું શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ જાહેર થાય તે પૂર્વેના એક દિવસે પ્રમુખ ટ્રમ્પે પોતાનું નામ નામાંકિત કરાવ્યું. ૭૯ વર્ષના પ્રમુખ ટ્રમ્પનાં જીવનની આ મહેચ્છા છે.

ટ્રમ્પ પોતાને ૭ જુદા જુદા યુદ્ધોમાં શાંતિદૂત બન્યા હોવાનો દાવો કરે છે. તે પૈકીના ભારત-પાક. યુદ્ધ પણ પોતે બંધ કરાવ્યું હતું તેવો દાવો કરતા હતા. પરંતુ ભારતે તે દાવાને ફગાવી દીધો હતો.

જો કે, ટ્રમ્પે આઝાર-બૈજાન અને આર્મેનિયા વચ્ચે ઓગસ્ટમાં શાંતિ સ્થપાવી હતી અને બંનેને તે માટે કરારબદ્ધ કર્યા હતા, આમ દાયકાઓથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો તેઓ અંત લાવી શક્યા હતા. શાંતિ-કરારો થયા પછી, આઝાર-બૈજાનના પ્રમુખ ઇલ્હાન અવિયેવ અને આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશીનયાને સસ્મિત હસ્તધૂનન કર્યું હતું.

પોતાને જો નોબેલ પ્રાઈઝ નહીં મળે તો, ટ્રમ્પે નોબેલ કમિટી અંગે વેધિક ટિકા કરતાં કહ્યું હતું કે, કદાચ નોબેલ કમિટી મને તે પુરસ્કાર નહીં આપવાનું બહાનું શોધી કાઢશે.

તેઓને જ્યારે નોબેલ શાંતિ પુરસ્કાર અંગે પત્રકારોએ પુછયું ત્યારે તેઓએ કહ્યું, મને કશી ખબર નથી. માર્કો (વિદેશ મંત્રી) તમોને કહેશે કે, અમે સાત-સાત યુદ્ધો અટકાવ્યા છે. અમે આઠમું યુદ્ધ પણ અટકાવવા ઉપર પહોંચ્યા છીએ.

અમે રશિયા (યુક્રેન) વિવાદ પણ ઉકેલવાની કગાર ઉપર છીએ. મને લાગતું નથી કે, વિશ્વ ઇતિહાસમાં કોઈએ આટલા યુદ્ધો શમાવ્યા હોય. તેમ છતાં તેઓ કદાચ મને તે (શાંતિ-પુરસ્કાર) ન આપવા માટે કોઈ કારણ પણ શોધી કાઢે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત વ્હાઈટ હાઉસના બ્લ્યુ-રૂમ (અત્યંત ખાનગી વાત કહેવા માટે વિશિષ્ટ રૂમ)માં એન્ટીફા (એન્ટી-ફાસિસ્ટ-મુવમેન્ટ) વિષેની ચર્ચામાં કરી હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે, અમેરિકામાં ફાસિસ્ટ મુવમેન્ટ જોર પકડતી જાય છે. તેને સાફ કરવા આ મિટીંગ યોજવામાં આવી હતી.

ગત સપ્તાહે ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં અપાય તો તે અમેરિકાનું અપમાન ગણાશે.

Tags :