World

'એમની પાસે પૈસા નથી, અમે આખો દેશ ખરીદી લઇશું', હવે ક્યુબા પર ટ્રમ્પની દાનત બગડી!

By GS TEAM
28 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને લઈને એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં અમેરિકા ક્યુબાનો 'ફ્રેન્ડલી ટેકઓવર' (મૈત્રીપૂર્ણ કબજો) કરી શકે છે. શુક્રવારે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે આ મોટા રાજકીય ઉલટફેરના સંકેતો આપ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'એમની પાસે પૈસા નથી, અમે આખો દેશ ખરીદી લઇશું', હવે ક્યુબા પર ટ્રમ્પની દાનત બગડી!

Trump Hints at Friendly Takeover of Cuba 2026 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને લઈને એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં અમેરિકા ક્યુબાનો 'ફ્રેન્ડલી ટેકઓવર' (મૈત્રીપૂર્ણ કબજો) કરી શકે છે. શુક્રવારે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે આ મોટા રાજકીય ઉલટફેરના સંકેતો આપ્યા હતા.

ક્યુબા સાથે હાઈ-લેવલ મંત્રણા

પ્રમુખ ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ક્યુબાના નેતાઓ સાથે 'ખૂબ જ ઉચ્ચ સ્તરે' વાતચીત કરી રહ્યા છે. ટ્રમ્પે ક્યુબાની આર્થિક સ્થિતિનું અત્યંત નબળું ચિત્ર રજૂ કરતા કહ્યું કે, "ક્યુબા સરકાર અત્યારે મોટી મુસીબતમાં છે. તેમની પાસે ન તો પૈસા છે, ન બીજું કંઈ. તેઓ અત્યારે અમારી સાથે વાત કરી રહ્યા છે અને કદાચ આપણે ક્યુબાનો ફ્રેન્ડલી ટેકઓવર કરી શકીએ છીએ".

વેનેઝુએલાના પતન બાદ ક્યુબા લાચાર

જાન્યુઆરીમાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા બાદ ક્યુબાની હાલત વધુ કફોડી બની છે. અગાઉ વેનેઝુએલા તરફથી મળતો સબસિડી વાળો ઓઈલ સપ્લાય (રોજના 1 લાખ બેરલથી વધુ) હવે બંધ થઈ ગયો છે, જેના કારણે ક્યુબામાં વીજળી અને અન્ય આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. ટ્રમ્પના મતે, હવે ક્યુબા પર સૈન્ય કાર્યવાહીની જરૂર નથી કારણ કે તેની અર્થવ્યવસ્થા પહેલેથી જ ભાંગી પડી છે.

દરિયાઈ સંઘર્ષ બાદ સ્થિતિ તણાવપૂર્ણ

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બે દિવસ પહેલા જ ક્યુબાના દરિયાકાંઠે એક અમેરિકન રજિસ્ટર્ડ સ્પીડબોટ અને ક્યુબન દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ ફાયરિંગમાં ચાર સશસ્ત્ર ક્યુબન નાગરિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સંવેદનશીલ બન્યા છે અને લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ એમ્બાર્ગો (વેપાર પ્રતિબંધ) વચ્ચે આ પ્રકારની 'ટોક' (વાતચીત) અને 'ટેકઓવર'ની ચર્ચાએ વિશ્વભરમાં ધ્યાન ખેંચ્યું છે.