World

ટ્રમ્પ સરકારનો ફરી એચ-1બી વિઝા ફી વધારી એક લાખ ડોલર કરવાનો પ્રસ્તાવ

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સ માટે H-1B વિઝા ફી $1,03,265 સુધી વધારવાની ટ્રમ્પ સરકારની યોજના છે. આ પ્રસ્તાવને વ્હાઇટ હાઉસની મંજૂરી મળી ગઈ છે. આનાથી અમેરિકામાં ભણવા અને નોકરી મેળવવા ભારતીયો માટે મોંઘું થશે. અગાઉ સુપ્રીમ કોર્ટે આદેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે કાયદાકીય રૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ સરકારનો ફરી એચ-1બી વિઝા ફી વધારી એક લાખ ડોલર કરવાનો પ્રસ્તાવ
  • અમેરિકામાં ભારતીયો માટે ભણવાનું અને નોકરી મેળવવી મોંઘી થશે
  • ગયા વર્ષે ટ્રમ્પ સરકારે એચ-૧બીની વિઝા ફી એક લાખ કરવા આદેશ આપ્યો હતો, તેના પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો હતો
  • આ પ્રસ્તાવને અગાઉ જ વ્હાઇટ હાઉસની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટની મંજૂરી મળી ગઇ છે

વોશિંગ્ટન : અમેરિકા એચ-૧બી વિઝા ફી વધારી એક લાખ ડોલરથી વધુ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણયની ભારતીય પ્રોફેશનલ્સ પર મોટા પાયે અસર થશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એચ-૧બી વિઝા ફી વધારી ૧,૦૩,૨૬૫ ડોલર કરવાની યોજના બનાવી રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પે અગાઉ એચ-૧બી વિઝાની ફી એક લાખ ડોલર કરવાનો આદેશ આપ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. જોકે, હવે ટ્રમ્પ સરકાર તેને કાયદાકીયરૂપ આપવાનો પ્રયત્ન કરી રહી છે.
ટ્રમ્પ વહીવટી તંત્ર એચ-૧બી અને એફ-૧ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) પ્રોગ્રામ પર નવી ફી લગાવવાની યોજના બનાવી રહ્યું છે. સોમવારે ફેડરલ રજિસ્ટરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ લેન્ડ સિક્યુરિટીએ એચ-૧બી વિઝા ફી વધારી ૧,૦૩,૨૬૫ કરવાનો પ્રસ્તાવ જારી કર્યો છે. ગયા વર્ષે પણ આ ફી વધારવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા હતાં પણ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
કોર્પોરેટ ઇમિગ્રેશન સર્વિસ ફર્મ ફ્રેગામેનનાં જણાવ્યા અનુસાર જો આ પ્રસ્તાવિત નિયમ અમલમાં મૂકવામાં આવે છે તો આનાથી અમેરિકામાં કામ કરનારા વિદેશી નાગરિકો, યુનિવર્સિટીથી નોકરી તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓ અને એચ-૧ વર્કરોને સ્પોન્સર કરનારા કર્મચારીઓનો ખર્ચ વધી શકે છે. આ ફેરફાર મહત્ત્વપૂર્ણ છે કારણકે તમામ એચ-૧બી વિઝા મેળવનારાઓમાં ૭૦ ટકાથી વધારે ભારતીયો છે.
યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે ૨૦૨૪માં ૩,૯૯,૪૦૨ એચ-૧બી વિઝા અરજીઓને મંજૂરી આપી હતી. જેમાંથી ૭૧ ટકા વિઝા ભારતમાં જન્મેલા લોકોને મળ્યા હતાં. ઇમિગ્રેશન લો ફર્મ ફ્રેગોમેને એક નોટમાં જણાવ્યું છે કે આ પ્રસ્તાવને અગાઉ જ વ્હાઇટ હાઉસની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટની મંજૂરી મળી ગઇ છે.