Nobel Peace Prize 2025 : નોબેલ શાંતિ પુરસ્કાર 2025 ના વિજેતાની જાહેરાત આજે એટલે કે 10 ઓક્ટોબર, 2025 શુક્રવારના રોજ થવાની છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે, આ પુરસ્કાર તેમને મળવો જોઈએ.
આ પણ વાંચો: બુરખો કે હિજાબ પહેરશો તો અઢી લાખ સુધીનો દંડ, ઈટાલીની મેલોની સરકારનું નવું બિલ
ગુરુવારે વ્હાઈટ હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પર એક તસવીર જાહેર કરવામાં આવી હતી અને તેમાં એક ટાઈટલ પણ આપવામાં આવ્યું હતું. જેમાં ટ્રમ્પને 'શાંતિના રાષ્ટ્રપતિ' બનાવવામાં આવ્યા છે. આ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત શાંતિ સમ્માન માટે ટ્રમ્પના અભિયાનનો એક ભાગ હતો.
ટ્રમ્પે 7 શાંતિ કરારોનો દાવો કર્યો
અમેરિકન રાષ્ટ્રપતિ જેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના શાંતિ કરાર સહિત કુલ 7 શાંતિ કરારોમાં મધ્યસ્થી કરવાના શ્રેયને વારંવાર ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકેત આપ્યો કે નોબેલ સમિતિ મને આ સન્માન ન આપવાનું કારણ શોધી કાઢશે.
ટ્રમ્પને તેમના બંને કાર્યકાળ દરમિયાન આ પુરસ્કાર માટે અનેક વખત નોમિનેટ કરવામાં આવ્યા છે. આ વર્ષે, તેમને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, કંબોડિયાના હુન માનેટ, યુએસ કાયદા નિર્માતાઓ અને પાકિસ્તાન સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા.
4 અમેરિકન રાષ્ટ્રપતિઓને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં માત્ર 4 અમેરિકન રાષ્ટ્રપતિઓ અને એક યુએસ ઉપરાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે.
થિયોડોર રૂઝવેલ્ટ (1906)
થિયોડોર રૂઝવેલ્ટ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતા. તેમને પોર્ટ્સમાઉથ સંધિ દ્વારા રુસો-જાપાની યુદ્ધમાં મધ્યસ્થી કરવા બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમનો મેડલ હજુ પણ વ્હાઇટ હાઉસના વેસ્ટ વિંગમાં રૂઝવેલ્ટ રૂમમાં રાખવામાં આવ્યો છે.
વુડ્રો વિલ્સન (1919)
યુનાઇટેડ સ્ટેટ્સના 28માં રાષ્ટ્રપતિ, વુડ્રો વિલ્સનને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત લાવવા અને શાંતિ જાળવવાના હેતુથી વિશ્વની પ્રથમ આંતર-સરકારી સંગઠન, લીગ ઓફ નેશન્સની સ્થાપનામાં તેમની ભૂમિકા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભારતનું ટેન્શન સમાપ્ત! અમેરિકા પાકિસ્તાનને નહીં આપે AMRAAM મિસાઈલ, ટ્રમ્પનો ઈનકાર
જીમી કાર્ટર (2002)
અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ કાર્ટરને પદ છોડ્યાના 21 વર્ષ પછી આ પુરસ્કાર મળ્યો હતો. તેમને "આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલો શોધવા, લોકશાહી અને માનવ અધિકારોને આગળ વધારવા અને આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના દાયકાઓના અથાક પ્રયાસો" માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
બરાક ઓબામા (2009)
પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળના એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સના 44મા રાષ્ટ્રપતિ ઓબામાને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને લોકો વચ્ચે સહયોગને મજબૂત બનાવવાના તેમના અસાધારણ પ્રયાસો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને આબોહવા કાર્યવાહીની હિમાયતનો સમાવેશ થાય છે.
અલ ગોર (2007)
અલ ગોર એકમાત્ર યુએસ ઉપરાષ્ટ્રપતિ છે જેમને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે. માનવસર્જિત આબોહવા પરિવર્તન વિશે વધુ જ્ઞાન એકત્રિત કરવા અને પ્રસારિત કરવાના તેમના પ્રયાસો માટે અલ ગોરે 2007નો નોબેલ શાંતિ પુરસ્કાર આંતર-સરકારી પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) સાથે શેર કર્યો હતો.


