- કેનેડિયન પીએમે બીજા દેશોમાં નિકાસ બમણી કરવાનું કહેતાં જ ટ્રમ્પ નારાજ
- કેનેડાના ઓન્ટારિયો પ્રાંતની સરકારે પૂર્વ પ્રમુખ રીગનના ટેરિફને અયોગ્ય ગણાવતી એડ દર્શાવતા ટ્રમ્પ ધુઆંપુઆં
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કેનેડા સાથેની વેપાર વાટાઘાટન અંત આણ્યો છે. તેણે કેનેડાના એક પ્રાંતની જાહેરાતનું કારણ આગળ ધરીને વાટાઘાટને અધવચ્ચે જ ખતમ કરી છે. આ પ્રાંતની જાહેરાતમાં જણાવાયું હતું કે અમેરિકન ભૂતપૂર્વ પ્રમુખ લા રોનાલ્ડ રીગન ટેરિફના વિરોધી હતા. તેઓ ટેરિફને ધિક્કારતા હતા. જ્યારે ટ્રમ્પનો દાવો છે કે કેનેડાની વાત એકદમ ખોટી છે. રીગન વાસ્તવમાં ટેરિફ પસંદ કરતા હતા.
તેઓ ટેરિફને અર્થતંત્રનો આધાર માનતા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્ની જણાવે છે કે તેઓ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકા સિવાયના દેશોમાં નિકાસ બમણી કરવાનો આયોજન ધરાવે છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર વેપાર મંત્રણાને લઈને કેનેડાની વ્યૂહરચનાના કારણે નિરાશ થઈ ગયું છે.
ગયા સપ્તાહે વિવાદાસ્પદ જાહેરાત આપનારા ઓન્ટારિયોના પ્રાંતના પ્રીમિયર ડગ ફોર્ડે જણાવ્યું હતું કે તેમણે વિવાદાસ્પદ જાહેરાત દૂર કરી છે. આ જાહેરાતમાં રોનાલ્ડ રીગનને ટેરિફની ટીકા કરતા જણાવવામાં આવ્યા હતા. ફોર્ડે જણાવ્યું હતું કે પીએમ માર્ક કાર્ની સાથે વાતચીત કર્યા પછી તેમણે આ એડ કેમ્પેઇન બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેથી વેપાર મંત્રણા શરૂ કરી શકાય.
ફોર્ડે જણાવ્યું હતું કે તેમની જાહેરાતે જે હાંસલ કરવાનું હતું તે કરી લીધું છે. અમેરિકામાં તે સૌથી ઊંચા સ્તર સુધી ગઈ છે. અમારું ધ્યેય હતું કે અમેરિકાનોને ટેરિફ કામદારો અને ઉદ્યોગો પર કેવી અસરો પડે છે તેના અંગે માહિતગાર કરવા. અમે અમારું આ ધ્યેય હાંસલ કરી લીધુ છે. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે આ જાહેરાત અમેરિકાના ભૂતપૂર્વ રીપબ્લિકન પ્રમુખ રોનાલ્ડ રીગનને ખોટી રીતે ટાંકે છે. રીગન બે વખત ચૂંટાઈ આવ્યા હતા. તેઓ રીપબ્લિકનોના લોકપ્રિય પ્રમુખોમાં સ્થાન પામે છે.
આ અગાઉ રોનાલ્ડ રીગન પ્રેસિડેન્ટ ફાઉન્ડેશન પણ કેનેડાના દાવાનો ઇન્કાર કરી ચૂક્યું છે. તેણે જણાવ્ હતું કે તેમને અહીં ખોટી રીતે ટાંકવામાં આવ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે રીગન તો વાસ્તવમાં ટેરિફના સમર્થક હતા. તે અર્થતંત્ર માટે ટેરિફને આવશ્યક માનતા હતા. તેના માટેના જુદાં-જુદા પ્રકારો શોધતા રહેતા હતા.
અમેરિકાએ મુશર્રફને ખરીદી લીધા હતા
મુશર્રફે પાક.ના પરમાણુ શસ્ત્રોની ચાવી અમેરિકાને સોંપી દીધી હતી
- જાસૂસે પાક. સાઉદી અને ભારત સાથેના જોડાણના કેટલાક સ્ફોટક દાવાઓ કર્યા
નવી દિલ્હી : અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના ભૂતપૂર્વ જાસૂસ જોન કિરિયાકુએ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને દક્ષિણ એશિયાના રાજકારણ સાથે જોડાયેલા કેટલાય મોટા રહસ્યોનો પર્દાફાશ કર્યો છે.
કિરિયાકૂએ જણાવ્યું હતું કે અમેરિકાએ અબજો ડોલરની મદદ આપીને પાક.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ખરીદી લીધા હતા. તેમના દાવા મુજબ એક સમય એવો હતો જ્યારે અમેરિકા પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો પર અંકુશ ધરાવતું હતું.
જોન કિરિયાકૂએ સીઆઈએમાં ૧૫ વર્ષ કામ કર્યુ છે. તેણે પાક.માં આતંકવાદ વિરોધી અભિયાનની જવાબદારી સંભાળી હતી. તેણે જણાવ્યું હતું કે અમેરિકા સરમુખત્યારો સાથે કામ કરવાનું વધુ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે તેમના પર પ્રજાનો અને મીડિયાનો દબાવ હોતો નથી. અમે મુશરર્ફને ખરીદી લીધો હતો અને તેના કારણે પાક.માં અમે અમારી મરજી મુજબનું ગમે તે કરી શકતા હતા.
તેમનું કહેવું હતું કે મુશર્રફ ડબલ ગેમ રમતો હતો.એકબાજુ તે અમેરિકા સામે આતંકવાદને સહયોગ આપવાનું વચન આપતો હતો, બીજી બાજુએ તે પાકિસ્તાનમાં લશ્કર અને આતંકી ટુકડીઓ સાથે સંપર્કમાં જાળવી રાખતો હતો.


