Get The App

ટ્રમ્પને મારી નાખો, ભારત પર પરમાણું બોમ્બ ફેંકો, ઈઝરાયલ ભડકે બળશે

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પને મારી નાખો, ભારત પર પરમાણું બોમ્બ ફેંકો, ઈઝરાયલ ભડકે બળશે 1 - image


- મિનિયાપોલિસની સ્કૂલમાં હુમલો કરનારે બંદૂકમાં લખ્યું હતું

- સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ આપધાત કરનારો હુમલાખોર યુટયૂબ ચેનલમાં ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરતો હતો

મિનિયાપોલીસ : મિનિયાપોલીસની શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરીને આપઘાત કરનારા હુમલાખોરની ગનમાં આક્રમક નિવેદનો લખેલા મળ્યા હતા. ગનમાં તેણે ભારતમાં પરમાણુ બોમ્બથી હુમલો કરવાથી લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવા સુધીના સૂત્રો લખ્યા હતા. પોલીસે એ બંદૂકો જપ્ત કરી છે. તે ઉપરાંત યુટયૂબમાંથી તેના ઉશ્કેરણીજનક વીડિયો પણ હટાવી દેવાયા છે.

સ્કૂલમાં હુમલો કરનારા હત્યારાએ રાઈફલની મેગેઝિન પર લખ્યું હતું - બાળકો માટે. તે ઉપરાંત તેણે ગનમાં લખ્યું હતું : ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો, ભારત ઉપર એટમ બોમ્બ નાખો. ઇઝરાયલને ભડકે બાળો તેને ખતમ કરી નાખો. આ હુમલાખોરનું નામ રોબિન વેસ્ટમેન હોવાનું જાણવા મળ્યું છે. તેની વય ૨૩ વર્ષની હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્કુલનો સ્થાપનાનો દિવસ હોવાથી શિક્ષકો અને શિક્ષિકાઓએ બાળકોને આશરે ૮.૩૦ કલાકે તે કેથોલિક સ્કૂલનાં ચર્ચમાં પ્રાર્થના માટે લઇ ગયા હતા, ત્યારે ચર્ચની ખુલ્લી બારીમાંથી ગોળીબાર કર્યો હતો. જેમાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં. હુમલાખોરે ગોળી વરસાવતા પહેલા કહેલું : ભગવાન ક્યાં છે? ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો, ભારત ઉપર એટમ બોમ્બ નાખો, ઇઝરાયલને ભડકે બાળો તેને ખતમ કરી નાખો.

આ હત્યારા પાસે ત્રણ શસ્ત્રો હતાં. રાયફલ, એરગન અને રિવોલ્વર. તેણે તે હત્યાઓ કરી પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ ખૂની અંગે પછીથી જાણવા મળ્યું કે તે ટ્રાન્સ જેન્ડર હતો. અમેરિકન મીડિયા અહેવાલો પ્રમાણે ૨૦૨૦માં તો તે ટ્રાન્સજેન્ડર પોતાની મહિલા તરીકે ઓળખાણ આપતો હતો. પછી પાંચ વર્ષે મહિલાના પોષાકમાં કંટાળી તેણે પુરૂષોનો પોષાક ધારણ કર્યો હતો. તે ઘણી વખત ટ્રાન્સ જેન્ડર સમાજ પ્રત્યેની ધિક્કારની પ્રવર્તતી લાગણી પ્રત્યે આક્રોશ પણ ઠાલવતો હતો. તેનું મૂળ નામ રોબર્ટ હતું જે તેણે ફેરવવા સોગંદનામું કરી રોબિન કર્યું હતું.

Tags :