World

આ કેવું સીઝફાયર? ટ્રમ્પની જાહેરાત બાદ પણ ઈરાને મિસાઇલ હુમલો કર્યાનો ઈઝરાયલનો દાવો

By GS Team
24 Jun 20252 mins read
This article was originally published on 24 Jun 2025
TukuTouch Logo
Israel Claims Missile Strike After Trump's Announcement : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે કે બંને દેશો સંઘર્ષ વિરામ માટે રાજી થયા છે, ઈરાન પહેલા સીઝફાયરનું પાલન કરે પછી ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરશે. જોકે ટ્રમ્પની જાહેરાતના થોડા કલાક બાદ જ ઈઝરાયલનો દાવો છે કે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલથી હુમલો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ કેવું સીઝફાયર? ટ્રમ્પની જાહેરાત બાદ પણ ઈરાને મિસાઇલ હુમલો કર્યાનો ઈઝરાયલનો દાવો

Israel Claims Missile Strike After Trump's Announcement : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે કે બંને દેશો સંઘર્ષ વિરામ માટે રાજી થયા છે, ઈરાન પહેલા સીઝફાયરનું પાલન કરે પછી ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરશે. જોકે ટ્રમ્પની જાહેરાતના થોડા કલાક બાદ જ ઈઝરાયલનો દાવો છે કે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલથી હુમલો કર્યો છે. 

ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય દ્વારા X પર પોસ્ટ કરી દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન દ્વારા મિસાઈલ હુમલાના કારણે સાઇરન વગાડવામાં આવી. 

24 કલાકમાં સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે યુદ્ધ: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે 'ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી છ જ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.' 

ગઇકાલે જ ઈરાને કર્યો હતો અમેરિકાના બેઝ પર હુમલો

નોંધનીય છે કે ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. ગઇકાલે અમેરિકાથી બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકાનો દાવો છે કે ઈરાને છોડેલી તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું હતું. કતાર પર ઈરાનના હુમલાના થોડા જ કલાકોમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે.