ગાઝામાં યુદ્ધ વિરામ ભંગ માટે ટ્રમ્પે હમાસને દોષિત ઠરાવ્યું, આ સાથે કહ્યું : ઇઝરાયલે તેનું કાર્ય પૂરૂં કરવું જ રહ્યું
- ટ્રમ્પનું ધ્યેય ગાઝા પટ્ટી પડાવી લેવાનું છે : બીજી બધી વાતો છે
- દોહામાં ચાલી રહેલી શાંતિ મંત્રણામાંથી અમેરિકન પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ ઉભા થઇ ગયા કહ્યું હમાસ સહકાર આપતું નથી
વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપની યાત્રાએ જ્યાં પહેલાં પત્રકારોને કહેતાં સંબોધનમાં ગાઝા શાંતિ મંત્રણા તોડી પાડવા માટે હમાસ ઉપર સીધો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે ઇઝરાયલને તેનું કાર્ય પુરૂ કરવા દો મને લાગે છે કે તેઓ (હમાસ) મરવા જ માગે છે. આ ઘણી ઘણી ખરાબ વાત છે. બીજી તરફ ઇઝરાયલ પાસે મુદ્દો છે તે એ પણ જાણે છે કે તેને ક્યાં જવાનું છે તે તેનું કાર્ય પૂરૃં કરીને જ ઝંપશે.
વાસ્તવમાં માત્ર એક સપ્તાહ પહેલાં જ કહ્યું હતું કે આ યુદ્ધનો અંત લાવવા માટે સમજૂતી માત્ર થોડી જ દૂર છે. બાકી રહેલા અપહૃતોને (હમાસ) છોડી મુકે. બીજી તરફ ઇઝરાયલ માનવીય સહાય હમાસ સુધી પહોંચવા દે.
વાત આટલી હદે પહોંચી ત્યારે જ દોહામાં ચાલી રહેલી હમાસ ઇઝરાયલ શાંતિ મંત્રણામાં હાજર રહેલા અમેરિકાના મધ્ય પૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફ મંત્રણા છોડી બહાર ચાલ્યા ગયા હતા અને કહ્યું હતું કે હમાસ સહકાર આપતું નથી. સંકલન થવા દેતું નથી અને વિશ્વસનીય રીતે મંત્રણામાં ભાગ લેતું નથી. આથી અપહૃતોને મુક્ત કરાવવા અમારે અન્ય વિકલ્પો વિચારવા જ રહ્યા.
સી.એન.એન. જણાવે છે કે જ્યારે ટ્રમ્પને તાજેતરની ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મંત્રણા વિષે પૂછવામાં આવ્યું ત્યારે પ્રમુખે કહ્યું : તે મંત્રણા પણ હતાશજનક સમાન બની રહી. તેઓએ લડવું જ રહ્યું અને તે પ્રદેશને (ગાઝા પટ્ટીને) સાફ કરવો જ રહ્યો. તેઓએ તેમને (હમાસ-પેલેસ્ટાઇનીઓને પણ) ત્યાંથી કાઢી મુકવા જ જોઇએ.
એક તરફ ટ્રમ્પ તે શાંતિ મંત્રણા પડી ભાંગવા માટે હમાસ ઉપર આક્ષેપ મુકે છે ત્યારે તે શાંતિ મંત્રણામાં રહેલા અન્ય વિષ્ટિકારો ઇજીપ્ત અને કતાર કહે છે કે આવી મંત્રણાોમાં વિક્ષેપ પડવો તે સહજ બાબત છે તે ફરી શરૂ પણ થઇ શકે. તેવી જ રીતે એક વરિષ્ટ ઇઝરાયલી અધિકારીએ પણ કહ્યું હતું કે મંત્રણા પડી ભાંગી જ નથી.
જ્યારે અમેરિકાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ટેમી બુ્રસે કહ્યું હતું કે અમે પ્રયાસો કરીએ જ છીએ. દુનિયા આખી તે જોઈ શકે છે. આથી તદ્દન વિરૂદ્ધ કેટલાક વિશ્લેષકો ટ્રમ્પે થોડાં સપ્તાહો કરેલાં તે વિધાનોની યાદ આપે છે કે અમેરિકા ગાઝા પટ્ટીમાં તેનાં સૈન્ય મથકો સ્થાપવા માગે છે. આ ઉપરથી વિશ્લેષકો કહે છે કે શાંતિ મંત્રણા, માનવીય સહાય તેવી બધી વાતો તો વ્હાઇટ વોશ છે. મૂળ વાત તે છે કે ટ્રમ્પ ગાઝા પટ્ટી પર કબ્જો જમાવી પશ્ચિમ ઇજીપ્ત દક્ષિણે શીનાઈ દ્વિપકલ્પ, દક્ષિણ પૂર્વે સઉદી અરબસ્તાન ઉત્તરે જોર્ડન અને ઉત્તર પૂર્વે લેબેનોન અને સીરીયા પર પંજો ફેલાવવા માગે છે અને તેથી જ ગાઝા પટ્ટીમાંથી માત્ર હમાસ જ નહીં તમામ પેલેસ્ટાઇનીઓ (આરબો)ને કાઢી મુકવા માગે છે. બીજી બધી તો વાતો છે.