Why Trump Stops Iran Strike Plan: મધ્ય પૂર્વ ફરી એકવાર મોટા યુદ્ધની અણી પર હતું. યુનાઇટેડ સ્ટેટ્સમાં એવી ચર્ચા વધી રહી હતી કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપી શકે છે. અમેરિકન અખબારોમાં આવેલા અહેવાલો દર્શાવે છે કે, ટ્રમ્પે ખામેનીની સત્તા ઉથલાવવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો છે. તેમણે રઝા પહલવી સાથે ગુપ્ત બેઠક કરી હતી, અને ઈરાનમાં બળવાની યોજના તૈયાર હતી. જેમાં ઈરાન પર હુમલો કરવા F-35 અને B-2 બોમ્બર તૈયાર હતા, તો પછી ટ્રમ્પને પીછેહઠ કરવાની ફરજ શું પડી?
એન્ડ ટાઈમે વ્હાઈટ હાઉસનું વલણ બદલાયું અને ઈરાન પર હુમલો કરવાનું માંડી વાળ્યું, ત્યારે સવાલ થયા છે કે ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનું કોના કારણે રોક્યું? જોકે આ પાછળ આરબ દેશોની સંગઠિત રાજદ્વારી અને પ્રાદેશિક ભય એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ 'ખાસ મિત્ર'નો ફોન આવતા ટ્રમ્પે નિર્ણય બદલ્યો.
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે ધીરજ રાખવાની ટ્રમ્પને કરી અપીલ
વોશિંગ્ટન પોસ્ટની રિપોર્ટ મુજબ, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ખુદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ફોન કરીને ધીરજ રાખવાની અપીલ કરી હતી. સાઉદી નેતૃત્ત્વને ડર હતો કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે, તો તેહરાનનો બદલો ફક્ત તેના પ્રદેશ પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ સમગ્ર ગલ્ફ ક્ષેત્રને ઘેરી લેશે.
સાઉદી અધિકારીઓ માનતા હતા કે, ઈરાનનો પ્રતિભાવ યુએસ લશ્કરી ઠેકાણાઓ, ગલ્ફ દેશોની સુરક્ષા અને ખાસ કરીને ઉર્જા બજાર માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. તેલ અને ગેસ પુરવઠામાં એક નાનો વિક્ષેપ પણ વૈશ્વિક અર્થતંત્રને પાટા પરથી ઉતારી શકે છે.
ઈસ્લામિક દેશોના જૂથોએ વધાર્યું દબાણ
ફક્ત સાઉદી અરબ જ નહીં પરંતુ કતર, ઓમાન અને ઇજિપ્ત જેવા અગત્યના દેશોએ પણ અમેરિકાને ઈરાન પર હુમલો ન કરવાની સલાહ આપી. આ દેશોનું તર્ક હતું કે આ વિસ્તાર પહેલાથી અસ્થિર છે અને કોઈપણ સૈન્ય સાથે ઘર્ષણથી સ્થિતિ વધુ બેકાબૂ બની શકે છે. આ અરબી દેશોને ડર હતો કે, જો ઈરાનને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યું તો તે સીધા અથવા તેના સમર્થક જૂથો દ્વારા સમગ્ર મધ્ય પૂર્વમાં આગ ભડકાવી શકે છે.
આ પણ વાંચો: પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને ફાયદો, યુરોપિયન યુનિયને અમેરિકાને આપી ચેતવણી
રાજદ્વારી વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે, અરબ દેશો દ્વારા કરવામાં આવેલા આ સામૂહિક લોબિંગથી ટ્રમ્પને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. વ્હાઇટ હાઉસને સ્પષ્ટ થઈ ગયું હતું કે, ઈરાન પર હુમલો ફક્ત યુએસ-ઈરાનનો મુદ્દો નહીં હોય, પરંતુ તેના વૈશ્વિક પરિણામો આવશે. તેલના ભાવ, વૈશ્વિક વેપાર અને અમેરિકન હિતો બધું જ દાવ પર લાગી શકે છે.
અમેરિકામાં નારાજગી
જોકે, આ નિર્ણયથી અમેરિકામાં નારાજગી જોવા મળી છે. જાહેર સીનેટર લિન્ડસે ગ્રાહમે આરબ દેશો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જો મીડિયા અહેવાલો સાચા હોય અને અરબ દેશોએ ઈરાનના પક્ષમાં દખલ કરી હોય અને નિર્ણાયક કાર્યવાહી અટકાવી હોય, તો તેમને સારા સાથી ગણી શકાય નહીં. ગ્રાહમેનું નિવેદન આ મુદ્દા પર યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેલા મતભેદોને પ્રકાશિત કરે છે.
જ્યારે રિપોર્ટ્સ જણાવે છે કે, ટ્રમ્પ સરકારમાં ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વાંસે ઈરાન મામલે ટ્રેમ્પ સાથે ચર્ચા કરી હતી. જોકે, તેમનો રાજકીય પરિવર્તન ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે તેઓ હંમેશા મધ્ય પૂર્વમાં યુદ્ધો ટાળવા માટે જાણીતા છે.
ઈરાન પર હુમલો રોકવા પાછળ સાઉદી અરબની પહેલ, ગલ્ફ દેશોની સુરક્ષા ચિંતા, ઈઝરાયલ સંપૂર્ણ રીતે તૈયાર ન હોવુ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડનારી અસર સૌથી મોટું કારણ છે. ટ્રમ્પના નિર્ણય મુજબ, મધ્ય પૂર્વમાં હવે માત્ર સૈન્ય તાકાત નહીં, પરંતુ તેના બદલે પ્રાદેશિક દેશોની સામૂહિક રાજદ્વારી પણ અમેરિકાની વ્યૂહરચનાને પ્રભાવિત કરવા લાગી છે.


