World

'ઈરાની મહિલા ફૂટબોલ ટીમને શરણ આપો, પરત ફરશે તો...', ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાને કરી અપીલ

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે ખાસ વાતચીત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો આ ખેલાડીઓ ઈરાન પરત ફરશે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, તેથી તેમને ઓસ્ટ્રેલિયામાં જ શરણ આપવામાં આવે. આ મામલે ઓસ્ટ્રેલિયા સરકાર સક્રિય રીતે કામ કરી રહી છે અને કેટલીક મહિલા ખેલાડીઓને સુરક્ષિત આશ્રય આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, ટીમની કેટલીક સભ્યો તેમના પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત હોવાથી પરત ફરવા અંગે દ્વિધામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈરાની મહિલા ફૂટબોલ ટીમને શરણ આપો, પરત ફરશે તો...', ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાને કરી અપીલ

Trump Appeals to Australia: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે ખાસ વાતચીત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો આ ખેલાડીઓ ઈરાન પરત ફરશે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, તેથી તેમને ઓસ્ટ્રેલિયામાં જ શરણ આપવામાં આવે. આ મામલે ઓસ્ટ્રેલિયા સરકાર સક્રિય રીતે કામ કરી રહી છે અને કેટલીક મહિલા ખેલાડીઓને સુરક્ષિત આશ્રય આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, ટીમની કેટલીક સભ્યો તેમના પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત હોવાથી પરત ફરવા અંગે દ્વિધામાં છે.

આ ગંભીર સ્થિતિ અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર રીતે લખ્યું છે કે, 'મેં હમણાં જ ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટ એન્થોની અલ્બેનીઝ સાથે ઈરાની નેશનલ વુમન સોકર ટીમ (મહિલા ફૂટબોલ ટીમ) અંગે વાત કરી છે. તેઓ આ કામમાં લાગી ગયા છે! પાંચ સભ્યોની વ્યવસ્થા થઈ ગઈ છે અને બાકીના રસ્તામાં છે. જોકે, અમુક સભ્યોને લાગે છે કે તેમણે પાછા જવું જોઈએ કારણ કે તેઓ તેમના પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત છે, જેમાં જો તેઓ પાછા ન ફરે તો પરિવારના સભ્યોને મળનારી ધમકીઓનો પણ સમાવેશ થાય છે. ગમે તે સંજોગોમાં પ્રેસિડેન્ટ આ અત્યંત નાજુક પરિસ્થિતિને સંભાળવામાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. ગોડ બ્લેસ ઓસ્ટ્રેલિયા! - પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જે. ટ્રમ્પ.'


આ નિવેદન દ્વારા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સંવેદનશીલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાના પ્રેસિડેન્ટના પ્રયાસોની પ્રશંસા કરી છે. ઈરાની ફૂટબોલ ટીમની સુરક્ષા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે.