Get The App

ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી કરશે મુલાકાત: વ્હાઈટ હાઉસમાં બેઠક બાદ અમેરિકાની જાહેરાત

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News


ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી કરશે મુલાકાત: વ્હાઈટ હાઉસમાં બેઠક બાદ અમેરિકાની જાહેરાત 1 - image

Trump Confirms Putin-Zelensky Meeting Soon : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી તથા યુરોપના અનેક દેશોના વડા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કોઈ નક્કર જાહેરાત કરવામાં નથી, જોકે તમામ નેતાઓએ સકારાત્મક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ શાંતિની સંભાવનાના કારને ખુશ છે. વધુમાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે આગામી સમયમાં પુતિન અને ઝેલેન્સ્કીની પણ મુલાકાત થશે. 

નોંધનીય છે કે ટ્રમ્પ અને પુતિને હાલમાં જ 15મી ઓગસ્ટે અલાસ્કામાં મુલાકાત કરી હતી. 

ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કી કરશે મુલાકાત: વ્હાઈટ હાઉસમાં બેઠક બાદ અમેરિકાની જાહેરાત 2 - image

ત્રિપક્ષીય બેઠક થશે 

ઝેલેન્સ્કી તથા યુરોપિયન નેતાઓ સાથે બેઠક બાદ ટ્રમ્પે કહ્યું છે, કે આપણે કોઈ શરત વિના પુતિન સાથે મુલાકાત કરવી કોઈએ અને યુદ્ધ સમાપ્તિ માટેના રસ્તા વિશે વિચારવું જોઈએ. ટ્રમ્પે એવા પણ સંકેત આપ્યા છે કે યુદ્ધ સમાપ્તિ માટે અમેરિકા યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપી શકે છે. 

પુતિન સાથે ટેલિફોનિક વાતચીત

ટ્રમ્પે વધુમાં કહ્યું છે, કે 'હાઈલેવલ મીટિંગ બાદ મેં પુતિનને ફોન કર્યો અને હવે પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે બેઠક માટે જગ્યા નક્કી કરવામાં આવી રહી છે. અમે ત્રિપક્ષિય બેઠક કરીશું જેમાં હું પણ સામેલ થઈશ. ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની સારી પહેલ છે.' 

વ્હાઈટ હાઉસમાં થયેલી આ બેઠકમાં ઝેલેન્સ્કી સિવાય ફ્રાંસના પ્રમુખ મેક્રોન, ઈટાલીના PM મેલોની, યુકેના PM સ્ટાર્મર, જર્મન ચાન્સલર મર્જ પણ સામેલ થયા હતા. 

Tags :