ટ્રમ્પ અને કિંગ ચાર્લ્સ વચ્ચે પરમાણુ શસ્ત્ર વિષે મંત્રણા : યુ.એસ.- યુ.કે.ના વિશિષ્ટ સંબંધોના તે હાર્દ સમાન
- બ્રિટને હવે પરમાણુ શસ્ત્રો માટે અમેરિકા પર આધાર રાખવાનું નિવારવા માંગે છે : તે અંગે તે અમેરિકાનું 'પાલક' રહેવા માગતું નથી
નવી દિલ્હી : પ્રમુખ ટ્રમ્પની અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓને અપાયેલા 'ગાર્ડ ઑફ ઓનર' સમયે ટ્રમ્પ પ્રોટોકોલ તોડી કિંગ- ચાર્લ્સની આગળ ચાલ્યા હતા. ટ્રમ્પની આ હરકતને ઘણા અમેરિકા- બ્રિટન વચ્ચેના રાજકીય સમીકરણમાં આવેલા પરિવર્તન તરીકે જુવે છે. આથી એવો આભાસ ઉભો થયો છે કે, અમેરિકા ઇંગ્લેન્ડને વધુ ને વધુ પ્રમાણમાં પોતાનું 'પાલક' રાજ્ય માનવા લાગ્યું છે.
૧૭૭૬માં અમેરિકાની ૧૩ કોલોની એક થઈ ઇંગ્લેન્ડથી સ્વતંત્ર થઈ ગઈ. આ પછી ચાર્લ્સના જ પૂર્વ જ્યોર્જ ત્રીજાના સમયમાં ઇંગ્લેન્ડે ૧૮૧૪માં હુમલો કર્યો અને વ્હાઇટ હાઉસ બાળી નાખ્યું પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એક તરફ બ્રિટિશ સામ્રાજ્ય તૂટી પડયું તો બીજી તરફ અમેરિકા વિશ્વની પ્રથમ મહાસત્તા તરીકે ઉભરી રહ્યું હતું.
આ પછી, ચીને છેલ્લે બ્રેક્ઝિટ પછી સત્તા સમીકરણો એટલી હદે બદલ્યા છે કે બ્રિટન હવે અમેરિકાનું એક 'વેસલ સ્ટેટ' (ખંડિયા રાજ્ય) સમાન બની રહ્યું છે. જો કે ટ્રમ્પ અમેરિકાના પહેલા જ એવા પ્રમુખ છે કે જેમણે બ્રિટનની બે વખત મુલાકાત લીધી હોય. તેઓને સૌથી લાંબી મીલીટરી પરેડ અને 'રોયલ વેલકમ' અપાયું હતું.
યુ. કે.ને અમેરિકાના મૂડી રોકાણની જરૂર છે. 'લોઅર ટેરિફ'ની જરર છે અને રશિયા, યુક્રેન યુદ્ધમાં નાટોમાં અમેરિકાની વધુ ને વધુ ભાગીદારીની જરૂર છે.
સૌથી વધુ તો યુ.કે.ના વડાપ્રધાન કીર સ્ટારમેરને અમેરિકાના ફાયટર જેટસ અને પરમાણુ બૉમ્બની જરૂર છે.
યેલેસિને મોસ્કોમાં પૂરું સમજ્યા સિવાય જ ચલાવેલી જબરજસ્ત ઝુંબેશે વિશાળ સોવિયેત સંઘનું વિસર્જન કર્યા પછી 'નિર્બળ' બનેલા રશિયાને પુતિને ફરી પ્રબળ બનાવ્યું અત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપ લાંબામાં લાંબુ યુદ્ધ ખેલી રહ્યું છે. તાજેતરમાં જૂન મહિનામાં મળેલી 'નાટો' સમિટ સમયે સ્ટારમેરે જાહેર કર્યું હતું કે બ્રિટન, અમેરિકા પાસેથી પરમાણુ શસ્ત્રો લઇ શકે તેમાં એફ-૩૫ એ ફાઇટર બોમ્બર્સ ખરીદવાનું છે.
આ પ્રકારના અન્ય શસ્ત્રાસ્ત્રો બંને (ટ્રમ્પ અને કિંગ ચાર્લ્સ)ની મંત્રણામાં મુખ્ય મુદ્દો બની રહ્યો તેમ છતાં હવે બ્રિટને પરમાણુ શસ્ત્રો અંગે અમેરિકા ઉપર આધાર બહુ નહી રાખતા પોતે જ પ્રબળ પરમાણુ શક્તિ બનવા નિર્ણય કર્યો છે.