Get The App

આગામી વર્ષે ટ્રમ્પ તંત્ર માત્ર 7500 નિર્વાસિતોને જ પ્રવેશવા દેશે : આ પૈકી 6000 દ.આફ્રિકાના ગોરાઓ હશે

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
આગામી વર્ષે ટ્રમ્પ તંત્ર માત્ર 7500 નિર્વાસિતોને જ પ્રવેશવા દેશે : આ પૈકી 6000 દ.આફ્રિકાના ગોરાઓ હશે 1 - image

- 'મિશન-સાઉથ-આફ્રિકા' : ફેબ્રુઆરી. 25થી શરૂ કરાયું છે

- ટ્રમ્પની આ નવી નીતિનો ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે, તજજ્ઞાો અને માનવ અધિકારવાદીઓ આ નવી નીતિને રંગભેદી કહી વખોડી કાઢે છે

વોશિંગ્ટન : વિદેશોમાંથી હાંકી કઢાયેલા કે ના છૂટકે પોતાનો વસવાટનો દેશ છોડી અમેરિકામાં આશ્રય લેવા માગતા નિર્વાસિતો અંગે ટ્રમ્પ વહીવટી તંત્રે કઠોર નીતિ ઘડી કાઢી છે, તે પ્રમાણે નાણાંકીય વર્ષ ૨૦૨૬માં તે માત્ર ૭૫૦૦ નિર્વાસિતોને જ અમેરિકામાં આશ્રય આપશે અને આ ૭૫૦૦ પૈકી ૬૦૦૦ તો દક્ષિણ આફ્રિકામાં વસતા ગોરાઓ હશે.

ટ્રમ્પ તંત્ર આને એક માનવતાવાદી પગલું કહે છે સાથે તે પાછળ 'રાષ્ટ્રીય હિત' જાળવવાની પણ દુહાઈ આપે છે.

ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ નિર્ણય રાષ્ટ્રીય સલામતી અને સાંસ્કૃતિક સમન્વયને દ્રષ્ટિમાં રાખી લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાની ગોરી જનતા અમેરિકાનાં મૂલ્યો સાથે સુમેળ સાધી શકે તેમ છે. તેથી તેઓ અમેરિકાના સમાજમાં તુર્તજ ભળી જઈ શકે તેમ છે.

જોકે ટ્રમ્પ તંત્રના આ નિર્ણયની માનવ અધિકારવાદીનો ઉગ્ર ટીકા કરતાં કહે છે કે આ રંગભેદ નીતિને ફરી સ્થાપિત કરે છે.

તેવી જ રીતે અમેરિકી સંસદમાં રહેલા વિરોધ પક્ષના નેતાઓ પણ નિર્વાસિતો અંગેની આ નવી નીતિનો તીવ્ર વિરોધ કરે છે.

આ નવી નિર્વાસિત યોજના નીચે અમેરિકા જેમનો સ્વીકાર છે. તે પૈકી મોટાભાગના તો દક્ષિણ આફ્રિકાના ગોરા નિર્વાસીતો જ છે.

વિશ્વમાં જ્યારે નિર્વાસિતોની કટોકટી અતિ તીવ્ર બની ગઈ છે, ત્યારે ટ્રમ્પ તંત્રનો આ નિર્ણય ટીકા પાત્ર બની રહે તે સહજ છે. ટ્રમ્પે તેમની પહેલી ટર્મ (૨૦૧૭-૨૦૨૧) દરમિયાન નિર્વાસિતોને સ્વીકારવાની ૧,૧૦,૦૦૦ની (બાયડેન તંત્રની મર્યાદા) ઘટાડી સીધી ૧૫,૦૦૦ કરી નાખી હતી. હવે તેમાં પણ ૫૦ ટકાનો ઘટાડો કરી તે સંખ્યા ૭૫૦૦ જ કરી નાખી છે તે ૭,૫૦૦માં ૫ થી ૬ હજાર નિર્વાસિતો તો દ.આફ્રિકાના ગોરાઓ હશે.

ટ્રમ્પે જાન્યુ. ૨૦૨૫માં પદ સંભાળ્યું પછી ફેબ્રુઆરીઆરી ૨૦૨૫માં જ આ નવી નિર્વાસિત નીતિ ઘડી કાઢી હતી જે ૨૦૨૬થી કડક રીતે અમલી કરાશે તેમ પણ ઉચ્ચ અધિકારીઓ કહે છે.