Get The App

ટ્રમ્પે પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા દેશોનું વધાર્યું ટેન્શન, USAIDમાંથી એક પણ રૂપિયો ન આપવાનો કર્યો આદેશ

Updated: Mar 10th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા દેશોનું વધાર્યું ટેન્શન, USAIDમાંથી એક પણ રૂપિયો ન આપવાનો કર્યો આદેશ 1 - image


America Trump Administration Cuts USAID Programs : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા અનેક દેશોને સંકટમાં લાવી દીધું છે. ટ્રમ્પની સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, હવે યુનાઇટેડ સ્ટેટ એજન્સી ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના નામે એક પણ રૂપિયો નહીં આપે.

પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા દેશોને મળતી મદદ બંધ

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આ મુદ્દે ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, USAIDમાંથી કરાતી મદદ અંગે છ મહિના સમીક્ષા કરવામાં આવી છે, ત્યારબાદ અમેરિકાએ સત્તાવાર નિર્ણય લીધો છે કે, USAID દ્વારા મદદ કરાતા 83 ટકા કાર્યક્રમો રદ કરવામાં આવે. અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો પર આફત આવવાની છે, કારણ કે USAID દ્વારા આ દેશોને દર વર્ષે કરોડો ડૉલર મળી રહ્યા હતા.

5200 કોન્ટ્રાક્ટમાંથી 83% કોન્ટ્રાક્ટ રદ

વિદેશમંત્રીએ કહ્યું કે, ‘અત્યાર સુધીમાં વિશ્વભરમાં 5200 કોન્ટ્રાક્ટ કરાયા હતા, જેમાં અબજો ડૉલર ખર્ચ કરવામાં આવતો હતો. અમેરિકાના મુખ્ય રાષ્ટ્રીય હિત દૃષ્ટિએ આ નાણાં આપવાનું કોઈ મહત્ત્વ નથી. કેટલાક કિસ્સામાં અમે તેવા લોકોને નાણાં આપી રહ્યા હતા, જેઓ અમારું નુકસાન કરી રહ્યા હતા. તેથી અમે 83 ટકા કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : યુક્રેનના બદલે ફક્ત મારી સામે ફાઈટ કરો, રશિયન પ્રમુખ પુતિનને મસ્કનો ખુલ્લેઆમ પડકાર

અમેરિકાને ફાયદા થતાં કાર્યક્રમો જ ચાલુ રખાશે

અમેરિકન વિદેશમંત્રીએ કહ્યું કે, ‘કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ અમે બાકીના 18 ટકા કોન્ટ્રાક્ટ ચાલુ રાખવાનો પ્રયાસ કરીશું. તેમાંથી લગભગ 10000 પ્રોગ્રામ ચલાવશે, જોકે અમેરિકાના ફાયદો થાય તેવા જ પ્રોગ્રામ અમે ચાલુ રાખીશું.’

અમેરિકા પાકિસ્તાન-બાંગ્લાદેશને કેટલા નાણાં આપતું હતું

અમેરિકા પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોને વર્ષોથી મદદ કરતું રહ્યું છે, જોકે હવે ટ્રમ્પ સરકાર આવ્યા બાદ આ મદદ બંધ કરી દેવામાં આવી છે. USAID હેઠળ બાંગ્લાદેશને 440 મિલિયન ડૉલર, પાકિસ્તાનને 231 મિલિયન ડૉલર, શ્રીલંકાને 123 મિલિયન ડૉલરની મદદ કરતી હતી. આ મદદ બંધ થવાથી ત્યાં અનેક પ્રોજેક્ટો બંધ થઈ ગયા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ નાણાંનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ માટે ખર્ચ કરતા હતા.

આ પણ વાંચો : 'અમને છંછેડનારને અમે છોડીશું નહીં...', કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર

Tags :