Get The App

'આતંકી નિજ્જરની હત્યાના કેસમાં ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી..' કેનેડાના રિપોર્ટમાં જ ટ્રુડોની પોલ ખુલી

Updated: Jan 30th, 2025

GS TEAM

Google News
Google News
'આતંકી નિજ્જરની હત્યાના કેસમાં ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી..' કેનેડાના રિપોર્ટમાં જ ટ્રુડોની પોલ ખુલી 1 - image

Hardeep Nijjar Case: કેનેડાના એક અહેવાલમાં તેના વડાપ્રધાનના દાવા પર પ્રશ્નો ઊભા થયા છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારત સાથે જોડાયેલી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાનો અન્ય કોઈ દેશ સાથે કોઈ નક્કર સંબંધ નથી. મંગળવારે પણ ભારતે કેનેડામાં ચૂંટણીમાં દખલગીરીના દાવાઓને નકારી કાઢ્યા છે.

નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ હતો

કેનેડિયન કમિશનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો અન્ય કોઈ દેશ સાથે કોઈ નક્કર સંબંધ હોવાનું સાબિત થયું નથી. આ અહેવાલમાં કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને બાજુ પર રાખવામાં આવ્યા છે જેમાં તેમણે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. સપ્ટેમ્બર 2023માં જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, 'કેનેડા પાસે વિશ્વસનીય પુરાવા છે કે જૂન 2023માં બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની હત્યામાં ભારતીય સરકારી એજન્ટો સામેલ હતા.'

ફેડરલ ઈલેક્ટોરલ પ્રોસેસીસ એન્ડ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન્સ નામનો આ રિપોર્ટ મંગળવારે બહાર પાડવામાં આવ્યો હતો. કમિશનર મેરી-જોસી હોગે અહેવાલમાં જણાવ્યું હતું કે, 'દેશના હિતોની વિરુદ્ધ નિર્ણયો લેનારાઓને સજા કરવા માટે ખોટી માહિતીનો ઉપયોગ બદલો લેવાની યુક્તિ તરીકે કરવામાં આવે છે.'

આ 123 પાનાના અહેવાલમાં છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવાનો પણ ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ઓક્ટોબર 2024માં, કેનેડાએ છ ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલર અધિકારીઓને હાંકી કાઢ્યા હતા.' ભારતે છ કેનેડિયન રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા અને તેના હાઇ કમિશનરને પાછા બોલાવવાની જાહેરાત કરી.

'આતંકી નિજ્જરની હત્યાના કેસમાં ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી..' કેનેડાના રિપોર્ટમાં જ ટ્રુડોની પોલ ખુલી 2 - image