Get The App

શ્રીલંકામાં ભારતે UAE સાથે મળીને બનાવ્યો મોટો પ્લાન, ચીન ટેન્શનમાં મૂકાયું

Updated: Apr 5th, 2025

GS TEAM

Google News
Google News
શ્રીલંકામાં ભારતે UAE સાથે મળીને બનાવ્યો મોટો પ્લાન, ચીન ટેન્શનમાં મૂકાયું 1 - image

PM Modi Sri Lanka Visit: ભારત અને શ્રીલંકાએ શનિવારે (5 એપ્રિલ, 2025) રક્ષા સહયોગ સંબંધી કરાર પર હસ્તાક્ષર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય સહયોગની બ્લુપ્રિન્ટ રજૂ કરતાં આ વાત પર ભાર આપ્યો કે બંને દેશોની સુરક્ષા એકબીજાથી જોડાયેલી છે અને નિર્ભર છે. આ રક્ષા કરારને રણનીતિક સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષા સેનાના હસ્તક્ષેપના લગભગ ચાર દશક બાદ થયો છે.

ભારત, યુએઈ મળીને શ્રીલંકામાં ઉર્જા કેન્દ્ર વિકસિત કરશે

હિન્દ મહાસાગરમાં ચીનના વધતાં પ્રભાવને રોકવા માટે ભારત અને સંયુક્ત અરબ અમીરાત (UAE) મળીને શ્રીલંકામાં ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસિત કરશે. ત્રણયે દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રીલંકા યાત્રા દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી ભારતની ચીન સાથે સ્પર્ધા વધી ગઈ છે, જેની સરકારી ઉર્જા કંપની સિનોપેકે શ્રીલંકાના દક્ષિણ બંદર શહેર હંબનટોટામાં ડૉલર 3.2 બિલિયનના ખર્ચે તેલ રિફાઇનરી બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ પણ વાંચો: એવું ક્યારેય નહીં થાય...', શ્રીલંકાએ દૂર કરી ભારતની સૌથી મોટી ચિંતા, પહેલી વખત સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર

ત્રિંકોમાલી કરારથી મળશે લાભ: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે સામપુર સૌર ઉર્જા પરિયોજનાનું પણ ડિજિટલ માધ્યમથી ઉદ્ધાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'સામપુર સૌર ઉર્જા સંયંત્ર શ્રીલંકાની ઉર્જા સુરક્ષા માટે સહાયક હશે. મલ્ટી-પ્રોડક્ટ પાઇપલાઇનના નિર્માણ અને ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસિત કરવા માટે કરાયેલા કરારથી શ્રીલંકાના તમામ લોકોને લાભ મળશે.

બંને દેશો વચ્ચે ગ્રીડ ઇન્ટરકનેક્શન કરારોથી શ્રીલંકા માટે વીજળી ઉત્પાદનના વિકલ્પો પણ ખૂલશે. ભારત પાડોશી પ્રથમની નીતિ અને વિઝન મહાસાગરમાં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે.'

આ પણ વાંચો: એક બાજુ વિશ્વ મંદીના ભણકારાથી ચિંતિત, બીજી બાજુ ટ્રમ્પે કહ્યું, અમીર થવાનો સમય આવી ગયો