World

રશિયાના મૉસ્કોમાં પ્લેન ક્રેશ થતા ચાર લોકોના મોત, ટેક્નિકલ ખામી સર્જાતા ખેતરમાં ખાબક્યું

By GS TEAM
28 Jun 20251 min read
TukuTouch Logo
રશિયાના મૉસ્કોના કોલોમ્નામાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર, આ એક હળવું ટ્રેઈની વિમાન હતું, જેમાં ચાર પાયલોટ અને ટ્રેઈની સવાર હતા, જે તમામના મોત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાના મૉસ્કોમાં પ્લેન ક્રેશ થતા ચાર લોકોના મોત, ટેક્નિકલ ખામી સર્જાતા ખેતરમાં ખાબક્યું
AI Image

Moscow Trainee Plane Crash: રશિયાના મૉસ્કોના કોલોમ્નામાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર, આ એક હળવું ટ્રેઈની વિમાન હતું, જેમાં ચાર પાયલોટ અને ટ્રેઈની સવાર હતા, જે તમામના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે યાકોવલેવ યાક-18T વિમાન એરોબેટિક્સ કરતા સમયે ક્રેશ થઈ ગયું. એન્જિનમાં ખામીના કારણે વિમાન એક ખેતરમાં પડ્યું અને તેમાં આગ લાગી ગઈ.


કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનને ઉડાન ભરવાની મંજૂરી મળી ન હતી. હવે આ મામલે તપાસ કરાઈ રહી છે કે દુર્ઘટના માટે કોણ જવાબદાર છે. યાકોવલેવ યાક-18T એક ચાર સીટર, સિંગલ એન્જિન વાળુ, હળવુ વિમાન હતું. જેને 1960માં સોવિયત સંઘમાં તૈયાર કરાયું હતું. ખાસ કરીને આ વિમાનને પાયલોટને ટ્રેનિંગ માટે તૈયાર કરાયું છે.