Get The App

રશિયાના મૉસ્કોમાં પ્લેન ક્રેશ થતા ચાર લોકોના મોત, ટેક્નિકલ ખામી સર્જાતા ખેતરમાં ખાબક્યું

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
રશિયાના મૉસ્કોમાં પ્લેન ક્રેશ થતા ચાર લોકોના મોત, ટેક્નિકલ ખામી સર્જાતા ખેતરમાં ખાબક્યું 1 - image
AI Image

Moscow Trainee Plane Crash: રશિયાના મૉસ્કોના કોલોમ્નામાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર, આ એક હળવું ટ્રેઈની વિમાન હતું, જેમાં ચાર પાયલોટ અને ટ્રેઈની સવાર હતા, જે તમામના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે યાકોવલેવ યાક-18T વિમાન એરોબેટિક્સ કરતા સમયે ક્રેશ થઈ ગયું. એન્જિનમાં ખામીના કારણે વિમાન એક ખેતરમાં પડ્યું અને તેમાં આગ લાગી ગઈ.


કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનને ઉડાન ભરવાની મંજૂરી મળી ન હતી. હવે આ મામલે તપાસ કરાઈ રહી છે કે દુર્ઘટના માટે કોણ જવાબદાર છે. યાકોવલેવ યાક-18T એક ચાર સીટર, સિંગલ એન્જિન વાળુ, હળવુ વિમાન હતું. જેને 1960માં સોવિયત સંઘમાં તૈયાર કરાયું હતું. ખાસ કરીને આ વિમાનને પાયલોટને ટ્રેનિંગ માટે તૈયાર કરાયું છે.

Tags :