યુગાન્ડામાં ટોચના ગુજરાતી ઉદ્યોગપતિનું અકસ્માતમાં મોત, મિત્રના લગ્નમાં હાજરી આપવા નીકળ્યા હતા
Rajiv Ruparelia Death: આફ્રિકામાં ટોચના અબજોપતિના લિસ્ટમાં આવતા યુગાન્ડાના ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સુધીર રૂપારેલિયાના દીકરા રાજીવ રૂપાલિયાનું શનિવારે (ત્રીજી મે) અકસ્માતમાં મોત નિપજ્યું છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શનિવારે (ત્રીજી મે) રાજીવ રૂપારેલિયા લંડનથી મુન્યોન્યો મિત્રના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતાં. ત્યારે તેમની કાર ફ્લાયઓવર નજીક કામચલાઉ કોંક્રિટ બેરિયર્સ સાથે અથડાઈ હતી. બાદમાં કાર પલટી ગઈ અને તેમાં આગ લાગી. આ દરમિયાન રાજીવ રૂપારેલિયા પોતાને બચાવી ન શક્યા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ 66 વર્ષથી એકચક્રી શાસન! સિંગાપોરમાં પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મી વખત ચૂંટણી જીતી
કોણ છે રાજીવ રૂપારેલિયા?
35 વર્ષીય રાજીવ રૂપારેલિયા સમગ્ર રૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતાં. તેઓ આફ્રિકામાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, શિક્ષણ, કૃષિ અને નાણાંકીય વિસ્તારમાં ફેલાયેલું છે. તેમણે થોડા સમય પહેલાં જ પોતાના કાર્યોને આધુનિક બનાવ્યું હતું અને યુગાન્ડામાં હજારો નોકરીનું સર્જન કર્યું હતું.
આ પણ વાંચોઃ અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન ક્રેશ થઇ મકાન પર પડ્યું, પાયલટનું મોત, 2 ઘરમાં લાગી આગ
નોંધનીય છે કે, આફ્રિકાના 50 ધનવાનોની યાદીમાં જે ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે, તેમાં રાજીવના પિતા સુધીર રૂપારેલિયાનું નામ પણ સામેલ છે. ધીર રૂપારેલીયા કરોડોની નેટવર્થ સાથે યુગાન્ડાના પહેલાં અને આફ્રિકાના સૌથી ધનિક વ્યક્તિમાં સામેલ છે.