Get The App

અમેરિકા, કેનેડાની જેમ ભારત પણ હવે હમાસને આતંકી સંગઠન જાહેર કરેઃ ઈઝરાયેલ

Updated: Oct 26th, 2023

GS TEAM


Google News
Google News
અમેરિકા, કેનેડાની જેમ ભારત પણ હવે હમાસને આતંકી સંગઠન જાહેર કરેઃ ઈઝરાયેલ 1 - image

image : Socialmedia

નવી દિલ્હી,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

ભારત સ્થિત ઈઝરાયેલને રાજદૂત નાઓર ગિલોને કહ્યુ છે કે, હવે સમય આવી ગયો છે કે, ભારત દ્વારા હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે.

ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતને આગ્રહ કર્યો છે કે, અમેરિકા અને કેનેડાની જેમ ભારત પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરે. આ મુદ્દો અમે ભારત સમક્ષ પહેલા પણ ઉઠાવી ચુકયા છે.

ગિલોને કહ્યુ હતુ કે, દુનિયાના મોટા અને મહત્વના દેશો ઈઝરાયેલની પડખે છે તે મહત્વની વાત છે. કેનેડા, અમેરિકા, યુરોપિયન યુનિયનની જેમ હવે ભારતે પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરવુ જોઈએ. ઈઝરાયેલ પરના આતંકી હુમલાની સૌથી પહેલા નિંદા કરનારા દેશોમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી સામેલ હતા.

તેમણે કહ્યુ હતુ કે, ઈઝરાયેલ પોતાનુ અસ્તિત્વ બચાવવા માટે હમાસને ખતમ કરવા માટે કટિબ્ધ્ધ છે. જોકે હાલમાં જે જંગ ચાલી રહ્યો છે તેની અસર ઈઝરાયેલની આર્થિક ક્ષમતા પર નહીં પડે. ઈઝરાયેલનુ ભવિષ્ય ઉજ્જવલ છે. આખરે તો વિકાસના રસ્તા પર અમે આગળ વધતા રહીશું. પણ તેના પહેલા જરુરી છે કે, તમામ ખતરાઓ સાથે કામ પાર પાડવામાં આવે. એ પછી સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

Tags :