Get The App

ભારતે પ્રતિબંધ કરેલી ચાઈનીઝ એપ ટીક ટોક પર ખુદ ચીને બેન મુકેલો છે

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
ભારતે પ્રતિબંધ કરેલી ચાઈનીઝ એપ ટીક ટોક પર ખુદ ચીને બેન મુકેલો છે 1 - image


બીજિંગ, તા. 2. જુલાઈ, 2020 બુધવાર

ભારત સરકારે સુરક્ષા અને પ્રાઈવસીના કારણને આગળ ધરીને ચીનની 59 એપ પર પ્રતિબંધ મુકી દીધો છે.

આ પૈકી સૌથી લોકપ્રિય એપ ટીકટોક છે.ભારતમાં ટીક ટોકનો ઉપયોગ કરનારા કરોડો લોકો છે પણ જાણીને આશ્ચર્ય થશે કે ખુદ ચીનમાં જ આ એપને ચીનની સરકારે પ્રતિબંધિત કરી રાખી છે.

ચાઈનાના નાગરિકો આ એપનો ઉપયોગ કરી શકતા નથી અને તેમને આ એપ પર એકાઉન્ટ બનાવવા માટે પણ વિકલ્પ મળતો નથી.

એમ પણ ચીન ઓનલાઈન એક્ટિવિટીને લઈને સતર્ક રહે છે.ચીનમાં ઈન્ટરનેટના ઉપયોગ પર જાત જાતના પ્રતિબંધો છે.ચીનમાં ફેસબૂક , વોટ્સએપ ટ્વિટર સહિતના ગ્લોબલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મુકાયેલો છે.ચીનના લોકો માટે ચીને પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ બનાવેલા છે.ચીનના લોકો ફેસબૂકની જગ્યાએ વાઈબો, ગૂગલની જગ્યાએ બાઈડુ અને યુ ટયુબની જગ્યાએ યુકુ તથા વોટસએપની જગ્યાએ વી ચેટ નામની એપનો ઉપયોગ કરે છે.

ટીકટોકના વિકલ્પ તરીકે ચીનના નાગરિકોને ડોયીન નામની એપ વાપરવાની છૂટ છે.જોકે આ એપનો ચીન બહાર ઉપયોગ કરી શકાતો નથી.તેમાં ટીકટોક જેવા ફીચર્સ છે.ચીનમાં ટીકટોક પર બેનનુ કારણ એ પણ છે કે, ચીનની સરકાર નથી ઈચ્છતી કે તેના નાગરિકો પોતાના વિડિયો દુનિયા સાથે શેર કરે.

Tags :