World

તિબેટીઓ અને ચાઈનીઝ એક્ટિવિસ્ટે યુએનની બેઠક સમયે ચીનમાં ચાલતા જુલ્મ સામે દેખાવો યોજ્યા

By GS TEAM
20 Jun 20251 min read
તિબેટીઓ અને ચાઈનીઝ એક્ટિવિસ્ટે યુએનની બેઠક સમયે ચીનમાં ચાલતા જુલ્મ સામે દેખાવો યોજ્યા

- સ્વિત્ઝર્લેન્ડ અને લીચટેન સ્ટેઇનમાં યોજાયેલી UN HRCની 59મી બેઠક સમયે ચીનમાં CCPની તાનાશાહી સામે સૂત્રોચ્ચારો થયા

જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ) : અહીં યોજાઈ રહેલી યુનોની યુએન હ્યુમન રાઇટસ કાઉન્સિલ (યુએન એચઆરસી)ની બેઠક સમયે ત્યાં ઉપસ્થિત રહેલા તિબેટીઓ અને ચીનની સામ્યવાદી પાર્ટી (સીસીપી) વિરુદ્ધ જબરજસ્ત દેખાવો યોજયા હતા તેમ સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રતિનિધિ થિનલે ચુક્કી, યુએન એડવોકસી ઓફિસર ફ્રન્ટઓફ ટોગ્યાલ અને એકાઉટન્ટ તેનઝિંગ ઓસંગ ઉપસ્થિત હતા. તેઓ જીનીવા સ્થિત તિબેટ બ્યુરોના સભ્યો છે. તેઓ તિબેટીયન કાઉન્સિલ ઓફ સ્વિત્ઝર્લેન્ડ એન્ડ લીચટેન સ્ટેઈનના પ્રમુખ છે. તેઓએ જ ૧૬મી જૂનથી આ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. તેમની સાથે મુળ ચીનના જ વતની તેવાઓ તથા તેઓના સંતાનોએ પણ ચીનની સામ્યવાદી પાર્ટી (સીસીપી)ની અને વિશેષત: ચીનના સર્વેસર્વા શી-જિન-પિંગ વિરૂદ્ધ દેખાવો યોજયા હતા.

તેઓની સાથે ચીનનાં કેટલાક સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો પણ ચીનનાં તાનાશાહી શાસન વિરૂધ્ધ દેખાવોમાં જોડાયા હતા.

સ્વીકાર્ય છે કે આવા દેખાવોથી ચીનના સત્તાધિશોને ઉની આંચ આવે તેમ નથી, પરંતુ આવા દેખાવો તાનાશાહીને વિશ્વચોકમાં નિર્વસ્ત્ર તો કરી જ નાખ્યું છે.