Tax Bill In America: અમેરિકાના કોંગ્રેસના સ્પિકર માઈક જોન્સનને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મહત્ત્વકાંક્ષી ટેક્સ ખરડાને એક મતની સરસાઈથી તાજેતરમાં કોંગ્રેસમાં પસાર કરી સેનેટમાં મોકલી આપ્યો હતો. કોંગ્રેસમાં આ ખરડાના મતદાનમાં તરફેણમાં 215અને વિરૂદ્ધમાં 214 મત પડ્યા હતા. પરંતુ હવે ટ્રમ્પ બિલની કલમ 899 વિવાદાસ્પદ બનતા સેનેટમાં તેને પસાર કરાવવામાં રિપબ્લિકનને ભારે મુશ્કેલી પડે તેમ લાગે છે. કલમ 899 હેઠળ ઈન્ટરનેશનલ કંપનીઓને અમેરિકામાં ભારે ટેક્સ ભરવાનો થતા ઈન્વેસ્ટ કરવાનું જ માંડી વાળશે તો તેને કારણે થનારા વિસ્તરણના અભાવે અમેરિકનો બેકાર બની જશે.
અમેરિકામાં કલમ 899ને કારણે 55 અબજનું મૂડીરોકાણ દસ વર્ષ સુધી ગુમાવશે
ધ ગ્લોબલ બિઝનેસ એલાયન્સના આ બિલ સામે ચેતવણી આપતાં પત્રમાં બે રિપબ્લિકન સેનેટર જોન થુન અને માઇક ક્રેપોએ પણ સહી કરી હતી. ધ ઈન્વેસ્ટમેન્ટ કંપની ઇન્સ્ટિટયુટે જણાવ્યું હતું કે, કલમ 899 લાગુ કરવામાં આવશે, તો અમેરિકામાં વિદેશી મૂડીરોકાણ મર્યાદિત થઈ જશે. જેને કારણે અમેરિકન કેપિટલ માર્કેટની વૃદ્ધિ પર અને તેને પરિણામે અમેરિકન પરિવાર પર અસર થશે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની ખટાશ દૂર! જુઓ ઈલોનની માફી પછી અમેરિકન પ્રમુખનું રિએક્શન
કોંગ્રેસમાં પસાર થયેલાં ખરડા અનુસાર યુએસ કંપનીઓ પર અન્યાયી ફોરિન ટેક્સ લાદતાં દેશોની કંપનીઓ તથા ઈન્વેસ્ટર્સ પર ફેડરલ સરકાર ટેક્સ લાદી શકે છે. ટોયોટો અને નેસ્લે જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતાં ટ્રેડ જૂથ ધ ગ્લોબલ બિઝનેસ અલાયન્સ દ્વારા કરવામાં આવેલાં વિશ્લેષણ અનુસાર આ જોગવાઈને કારણે અમેરિકાને 3,60,000 જોબ અને વર્ષે 55 અબજનું મૂડીરોકાણ 10 વર્ષ સુધી ગુમાવવા પડશે.
ગ્લોબલ બિઝનેસ અલાયન્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ જોનાથન સેમફોર્ડે જણાવ્યું હતું કે, આ કરવેરા વધારો વિદેશી સરકારોને સજા કરવા માટે છે, પરંતુ તેનો ભોગ અમેરિકન કામદારો બનશે. આ જોગવાઈને કારણે ફ્લોરિડામાં 44,200 પેન્સિલવેનિયામાં 27,700, નોર્થ કેરોલિનામાં 23,500 અને મિશિગનમાં 23,500 નોકરી ગુમાવવી પડશે.


