'સંવિધાનની તે કલમો અમીરો માટે ન હતી પરંતુ ગુલામોના બાળકો માટે હતી' : ટ્રમ્પે કરેલી સ્પષ્ટતા

- જન્મ સિદ્ધ નાગરિકતા અંગે અમેરિકી પ્રમુખે ચેતવ્યા
- 1868માં સિવિલ વોર પછી અમેરિકી સંસદે 14મા સંશોધન દ્વારા નાગરિકતા અંગે નિયમોમાં ફેરફાર કર્યો હતો : ડોનાલ્ડ ટ્રમ્પ
વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, દેશમાં જન્મસિદ્ધ નાગરિકતાની, સંવિધાનની કલમ ગુલામોના બાળકો માટે હતી નહીં કે વિદેશોમાંથી આવીને વસેલા અમીરો માટે. અમેરિકી મીડિયા આઉટલેટ સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે, 'આમ છતાં અમીરો તે કાનૂનનો લાભ લઈને અમેરિકામાં વસવા લાગ્યા.'
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં બીજી વખત પ્રમુખનો પદભાર સંભાળનાર ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દા (જન્મ સિદ્ધ નાગરિકત્વનો મુદ્દો) ઉઠાવ્યો હતો અને કહેવાય છે કે તેથી જ તેઓ વિજયી બન્યા હતા. આ પછી પ્રમુખપદે આવતા તેઓએ 'બર્થ-રાઇટ સીટીઝનશીપ' ખત્મ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર સહી કરી હતી. તે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. તે અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, કોર્ટને જે હુકમ કરવો હોય તે કરે પરંતુ નક્કર હકીકત તે છે કે ૧૮૬૮માં જ્યારે સિવિલ વૉર પછી ૧૮૬૮માં જ્યારે સંવિધાનમાં ૧૪મો સુધારો કરાયો ત્યારે તેનો હેતુ ગુલામોના બાળકોને જન્મસિદ્ધ નાગરિકતા આપવાનો હતો નહીં કે વિદેશોમાંથી આવીને અહીં વસેલા શ્રીમંતો માટે તેઓ બીજા દેશોમાંથી આવી અહીં વસે છે અને અચાનક તેમનું સમગ્ર કુટુંબ અમેરિકી નાગરિક બની જાય છે. આ વાત અમે કોર્ટને પણ સમજાવી છે અને મને લાગે છે કે, કોર્ટ પણ તે વાત સમજતી હતી. અંતમાં તેઓએ કહ્યું કે, લાખ્ખો લોકો જેવો વિદેશોમાંથી આવીને વસ્યા છે તેમને રહેવા માટે ઘર ફાળવવા તે પણ મુશ્કેલ છે.








