બેટરીના સહારે જીવે છે આ મહિલા, કરે છે તમામ કામ, અજીબ બીમારીથી છે પીડિત
વોશિંગ્ટન, તા. 28 ઓક્ટોબર 2023 શનિવાર
અમેરિકાના બોસ્ટનમાં 30 વર્ષીય મહિલા એક દુર્લભ બીમારીથી પીડિત છે, જેના કારણે તેઓ હૃદયના ધબકારા વિના જ જીવી રહ્યા છે. આ એવી અજીબોગરીબ બીમારી છે, જેના કારણે તેમના ધબકારા જ જતા રહ્યા છે. તેઓ બેટરીના સહારે જીવિત છે.
મહિલાનું નામ સોફિયા હાર્ટ છે. 30 વર્ષની સોફિયાને ઈર્રેવર્સિબલ ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી નામની બીમારી છે, જેના કારણે તેમના હૃદયના ધબકારા બંધ થઈ ગયા. આ કેસમાં તેઓ એક બેટરીના સહારે જીવિત છે. સોફિયા પોતાના જીવનનો શ્રેય લેફ્ટ વેન્ટ્રિકુલર અસિસ્ટ ડિવાઈસને આપે છે. આ એક એવી ટેકનિક છે, જે તેમના દિલને પમ્પ કરતી રહે છે. બેટરીથી ચાલનાર આ સાધન ત્યાં સુધી એક અસ્થાયી સમાધાન તરીકે કામ કરશે જ્યાં સુધી તેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ જતુ નથી.
જુડવા બહેનને પણ હતી આ બીમારી
સોફિયાને પહેલી વખત 2022માં ઘોડા ફાર્મમાં કામ કરતી વખતે કંઈક ખોટુ થવાનો અહેસાસ થયો. સોફિયાએ જણાવ્યુ, મને વાસ્તવમાં દુખાવો અને ખૂબ થાક લાગવા લાગ્યો. આ એક થાકની જેમ હતુ જેનુ તમે વર્ણન કરી શકો નહીં. સોફિયાની જુડવા બહેન જેનું નામ ઓલિવિયા છે. તે પણ આ દુર્લભ બીમારીથી પીડિત હતી. જોકે તેમની બીમારીની જાણ બાદમાં થઈ. ઓલિવિયાને પણ 2016માં પોતાની સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુધી એલવીએડી પર નિર્ભર રહેવુ પડ્યુ હતુ.
બેટરી કેવી રીતે કામ કરે છે
આ જીવન રક્ષક ઉપકરણ એક જરૂરી સુવિધાની સાથે આવે છે. આ એક એલાર્મ છે. સોફિયાને ત્યારે એલર્ટ કરે છે જ્યારે તે કોઈ વિજળી સ્ત્રોતથી કનેક્ટ હોતી નથી, જેનાથી તેમની સુરક્ષા નક્કી થાય છે. ઉલ્લેખનીય છે કે સોફિયાએ પોતાની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી. તેમના એક વીડિયોને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોફિયાએ જણાવ્યુ કે તેમને પોતાનુ ઘર છોડ્યા પહેલા LVADને પ્લગ ઈન કરવુ પડે છે અને પોતાની સાથે બેટરી લઈ જવી પડે છે.