Get The App

ભારતનો આ પાડોશી દેશ કયારેય ગુલામ બન્યો નથી. અંગ્રેજો પણ હરાવી શકયા ન હતા

નેપાળે ૧૮૧૪માં અંગ્રેજો સાથે સંધી કરીને ગુલામી ફગાવી હતી

ભારત ગુલામીની એડીઓમાં હતો પરંતુ નેપાળ આઝાદ હતું

Updated: Jul 6th, 2023

GS TEAM

Google News
Google News
ભારતનો આ પાડોશી દેશ કયારેય ગુલામ  બન્યો નથી. અંગ્રેજો પણ હરાવી શકયા ન હતા 1 - image


કાઠમડુ,6 જુલાઇ,2023, ગુરુવાર 

બ્રિટીશ રાજનો દૂનિયામાં સુરજ કયાંરેય આથમતો ન હતો તેવા સમયમાં દક્ષિણ એશિયા સહિત દુનિયાના મોટા ભાગના દેશો અંગ્રેજોની ગુલામીની એડી નીચે કચડાતા હતા પરંતુ ભારતની પાડોશમાં આવેલો નેપાળ દેશ આઝાદીનો શ્વાસ લેતો હતો. એટલું જ નહી અંગ્રેજોના કાંકરીચાળાનો ગુરખાઓએ એવો જડબાતોડ જવાબ આપેલો કે અંગ્રેજો ખો ભૂલી ગયા હતા. 

વાત છે ઇસ ૧૭૩૫માં ગોરખા રાજા પૃથ્વી નારાયણ સિંહે ત્રણ વર્ષ સુધી લોહિયાળ લડાઇ લડીને નેપાળના સિમાડાઓ વિસ્તારીને ગોરખા નામનું રાજય સ્થાપ્યું જેનું નામ બદલીને નેપાળ પાડવામાં આવ્યું હતું. જો કે નેપાળી ગુરખાઓએ અંગ્રેજો સાથે પણ સંઘર્ષમાં ઉતરવું પડયું હતું. તિબેટ હિમાલય માર્ગ પરના નિયંત્રણ માટેના સંઘર્ષમાં નેપાળી સૈનિકો માન સરોવરની નજીક પહોંચી ગયેલા પરંતુ તિબ્બતની મદદે ચીન આવતા નેપાળે પીછેહટ કરી હતી.

ભારતનો આ પાડોશી દેશ કયારેય ગુલામ  બન્યો નથી. અંગ્રેજો પણ હરાવી શકયા ન હતા 2 - image

જો કે માથાભારે પૃથ્વી નારાયણસિંહના અવસાન પછી અંગ્રેજોએ નેપાળમાં માથું ઉચકવાની શરૃઆત કરી હતી. રાજેન્દ્ર વિક્રમ શાહે અંગ્રેજો વિરૃધ્ધ શિખ, મરાઠા, મોગલ, બર્મા,ચીન અને અફઘાનિસ્તાનમાં ગુપ્ત રીતે રાજદૂતો મોકલીને મદદ માંગી હતી. ઇસ ૧૮૧૪માં નેપાળ અને અંગ્રેજો વચ્ચે ખુંખાર લડાઇ ફાટી નિકળી જે એંગ્લો -નેપાળ યુદ્ધ તરીકે જાણીતું હતું. જેમાં નાલાપાની ગઢી અને અલમોડા પાસે બ્રિટીશરોને નેપાળના સૈનિકો હંફાવ્યા હતા.

નેપાળી સૈનિકોના વિરોધ્ધ વચ્ચે નેપાળ નરેશ સંધી કરી લીધી હતી.જેમાં નેપાળે તેની બે તૃતિયાંશ જેટલો વિસ્તાર ગુમાવ્યો પરંતું અંગ્રેજોના પંજામાંથી બચી ગયું.લડાઇ પહેલા નેપાળ પશ્ચીમમાં સતલજ અને પુર્વમાં તિષ્ટા નદી સુધી ફેલાયેલો હતો.આમ દુનિયામાં નેપાળ જ એક માત્ર એવો દેશ છે જે સામાજયવાદી વિદેશી તાકાતોની ગુલામીનો અનૂભવ ધરાવતો નથી.

૧૮૨૨માં મેચી અને રાપ્તી નદીની વચ્ચેનો તરાઇ વિસ્તાર અંગ્રેજોએ નેપાળના રાજા જંગ બહાદુરને પાછો આપ્યો હતો. જો કે સુગોલી નામની સંધી અંર્તગત નેપાળે જેમાં ઉતરાંચલ,હિમાચલ,પંજાબની પહાડીઓ અને દાર્જીલિંગના કેટલાક વિસ્તારોનો સમાવેશ થતો હતો જે અંગ્રેજોના હાથમાં આવી ગયા હતા.

Tags :