Get The App

આ માણસ 13 મી સદીમાં કોરોના કરતા પણ મહાપ્રલય લાવ્યો હતો

૪ કરોડ લોકોને મારીને ૭૦ કરોડ ટન કાર્બન ઓછો કરેલો

ખેતીલાયક જમીન જંગલોમાં ફેરવાઇ ગઇ હતી

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
આ  માણસ 13 મી સદીમાં કોરોના કરતા પણ મહાપ્રલય લાવ્યો હતો 1 - image


ઉલાનબટોર, 11 જુલાઇ, 2020, શનિવાર

કોરોના મહામારીના કારણે વિશ્વ આખું દહેશતમાં છે, કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ આંક સતત વધતો જાય છે  પરંતુ ૧૩ મી અને ૧૪ મી સદીમાં અડધી દુનિયા પર રાજ કરનારા આ માણસ કોરોના કરતા પણ મહાપ્રલય લાવ્યો હતો. નામ છે મોગલ સામ્રાજયનો સ્થાપક ચંગેઝખાન. આની છાપ આક્રમણખોર અને ક્રુર રાજા તરીકેની હતી. નવાઇની વાત તો એ છે કે તેણે ૪ કરોડ લોકોને મોતને ઘાટ ઉતારીને વાતાવરણમાંથી ૭૦ કરોડ ટન કાર્બનની બચત કરી હોવાનું વિચિત્ર લાગે તેવું સંશોધન પણ થયું છે.

એટલું જ નહી તેણે જે વસાહતોને સાફ કરી નાખી તે જમીન જંગલ બની ગઇ હતી.તેણે પોતાના વિજય અભિયાનને પુર્ણ કર્યુ ત્યારે પૃથ્વીના ૨૨ ટકા હિસ્સા પર કબ્જો ધરાવતો હતો. આજના મોંગોલિયા દેશમાં તેનો ખજાનો છુપાએલો હોવાનું માનવામાં આવે છે,ખજાનો શોધવા ખૂબ પ્રયત્નો થયા પરંતુ આજ સુધી મળ્યો નથીી.

આ  માણસ 13 મી સદીમાં કોરોના કરતા પણ મહાપ્રલય લાવ્યો હતો 2 - image

કાર્નેજી નામના એક સંગઠનના એક અભ્યાસ મુજબ તો જયા જયા હુમલાઓ થયા ત્યાં ખેતીલાયક જમીન જંગલોમાં ફેરવાઇ ગઇ હતી. આ વૃક્ષોએ કરોડો ટન કાર્બનને શોષી લીધો હતો. આ માત્રા હાલમાં દુનિયામાં એક વર્ષ દરમિયાન પ્રેટ્રોેલ દ્વારા ફેલાતા પ્રદૂષણ જેટલી હતી. દુનિયાના વધતા જતા તાપમાનને નિયંત્રિત કરવાની આ માનવનિર્મિત પહેલી ઘટના હતી પરંતુ આ અંગે પર્યાવરણવાદીઓમાં પણ મતભેદો જોવા મળે છે. જો કે આ શિવાય પણ સામુહિક નરસંહાર થયો હોય એવી બીજી ઘટનાઓને પણ ટાંકવામાં આવે છે. જેમાં યુરોપમાં બ્લેક ડેથની મહામારી, ચીનમાં મીંગરાજ વંશ અને ઉત્તર તથા દક્ષિણ અમેરીકાની લડાઇ સામેલ છે.

આ  માણસ 13 મી સદીમાં કોરોના કરતા પણ મહાપ્રલય લાવ્યો હતો 3 - image

આ બધી જ એવી ઘટનાઓ હતી જેમાં આમ તો માનવસંહાર થયેલો હતો પરંતુ વિવિધ પ્રકારના અભ્યાસો પરથી જાણવા મળે છે કે ચંગેઝખાનના શાસન દરમિયાન પર્યાવરણ વૃધ્ધિ ખૂબજ ઝડપથી થઇ હતી.તેનાથી કાર્બનનું વાતાવરણમાં ઝડપથી શોષણ થયું હતું.જો કે મહા વિનાશકારી અને કૃર શાસક તરીકે યાદ કરવામાં આવે છે તેને કોઇ પર્યાવરણપ્રેમી કે પર્યાવરણવાદી ગણતું નથી.તેના વિષેની કેટલાક કિવંદતીઓ અનેક છે જેમાં ખેતરોમાંથી ફરી જંગલો ઉભા થયા હતા.મોગલો એક રખડતી ભટકતી જાતિઓના સમુહને સંગઠીત કરીને વિજય અભિયાનની શરૃઆત કરી હતી.તેની આણ પૂર્વ યુરોપ સુધી ફેલાવી હતી. ઉતરી ચીન તથા અફઘાનિસ્તાનના પ્રદેશો જીતી લીધા હતા.

Tags :