Get The App

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પાછળ આ છે ખાસ કારણ

Updated: Feb 25th, 2022

GS TEAM

Google News
Google News
રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પાછળ આ છે ખાસ કારણ 1 - image

કિવ/મોસ્કો, તા. 25 ફેબ્રુઆરી 2022 શુક્રવાર

રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા જંગને દુનિયા અધ્ધર શ્વાસે નિહાળી રહી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને લશ્કરી આક્રમણનો આદેશ આપ્યા બાદ રશિયન સેના યુક્રેનમાં ઘૂસી ચુકી છે.જોકે રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ નવી વાત નથી.1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી.એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી.

યુક્રેન અમેરિકાના આગેવાની હેઠળના નાટો સંગઠનનુ સભ્ય બનવા માંગે છે પણ રશિયા ઈચ્છતુ નથી કે, યુક્રેન આ સંગઠનમાં જોડાય.

રશિયા એ અમેરિકા અને નાટો સંગઠન પાસે ગેરંટ માંગી હતી કે, યુક્રેનને નાટોનુ સભ્ય નહીં બનાવાય પણ અમે્રિકા અને નાટો દેશો આવી ગેરંટી આપવા માટે તૈયાર નહોતા.રશિયાને ડર હતો કે, જો યુક્રેન નાટો દેશોનુ સભ્ય બન્યુ તો યુરોપના અને અમેરિકાના સૈનિકોની તૈનાતી રશિયાની બોર્ડર સુધી થશે.

2014માં ક્રિમિયા પર રશિયાએ નિયંત્રણ સ્થાપિત કરી લીધા બાદ યુક્રેનના ડોનત્સ્ક અને લુહાન્સ્કમાં રશિયન તરફી ભાગલાવાદી જુથોએ આ બંને શહેરોને સ્વાયત્ત ઘોષિત કરી દીધા હતા.

રશિયાએ આ બંને શહેરોને અલગ દેશની માન્યતા આપ્યા બાદ વૈશ્વિક સ્તરે તનાવ વધી ગયો હતો.યુક્રેનના સંકટને અમેરિકા અને રશિયા વચ્ચે દુનિયા પર વર્ચસ્વ સ્થાપવાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહ્યુ છે.

2019માં યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ વોલોદીમીર જેલેન્સ્કીએ નાટોમાં જોડાવા માટેના પ્રયાસો વધારે ઝડપી બનાવતા રશિયા ચોંકી ઉઠ્યુ  હતુ અને તેણે બોર્ડર પર રશિયન સેનાની તૈનાતી વધારવા માંડી હતી.

આખરે આ તનાવ હવે યુદ્ધમાં પલટાઈ ચુકયો છે.